ક્રૂડના ભાવ ઘટ્યા, સોના-ચાંદીમાં પીછેહઠ સામે પ્લેટીનમ ઉંચકાયું
મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે પ્લેટીનમના ભાવમાં વૃદ્ધિ થઈ. રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી. અમદાવાદમાં સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ.૫૦૦ ઘટી રૂ.૧૪૮૭૦૦ અને ચાંદીના ભાવ કિલો દીઠ રૂ.૨૧૧૦૦૦ રહ્યા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ ઘટ્યા.
