વાઈબ્રન્ટ ગુજરાત: રૂ. 2101 કરોડના 730 MoU, ઊર્જા મંત્રી અને રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય કાર્યક્રમ.
વાઈબ્રન્ટ ગુજરાત: રૂ. 2101 કરોડના 730 MoU, ઊર્જા મંત્રી અને રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય કાર્યક્રમ.
Published on: 27th June, 2026

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે 730 એમ.ઓ.યુ. (MoUs) થયા, જે દ્વારા રૂ. 2101.66 કરોડનું સંભવિત રોકાણ આવશે અને 6941 રોજગારી સર્જાશે. 'વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026'માં ડ્રોન ટેકનોલોજી, રોબોટિક્સ, મશીન લર્નિંગ જેવા વિષયો આવરી લેવાયા છે. એમ.એસ.એમ.ઈ. (MSME) સેક્ટર માટે 50-75% સબસિડીની જોગવાઈ છે. અમદાવાદની મજબૂત ઇન્ડસ્ટ્રિયલ ઇકોસિસ્ટમ અને ઇન્વેસ્ટમેન્ટ ઝોનની સિદ્ધિઓ રજૂ કરાઈ. આત્મનિર્ભર અને વાજપાઈ બેન્કેબલ યોજનાના લાભાર્થીઓને સેંક્શન લેટર તથા સબસિડી વિતરણ કરાયું.