સિમ-કાર્ડના નવા કડક નિયમો: 50 લાખ સુધીનો દંડ અને 3 વર્ષની જેલ, તમારા નામે કેટલા સિમ છે તે જાણો
સિમ-કાર્ડના નવા કડક નિયમો: 50 લાખ સુધીનો દંડ અને 3 વર્ષની જેલ, તમારા નામે કેટલા સિમ છે તે જાણો
Published on: 22nd September, 2026

તમારા સિમ-કાર્ડનો દુરુપયોગ હવે મોંઘો પડી શકે છે. દૂરસંચાર વિભાગે નવી એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં નકલી ID પર સિમ ખરીદવા કે વેચવા પર 3 વર્ષની જેલ અને ₹50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. IMEI નંબર સાથે છેડછાડ કરવી પણ ગેરકાયદેસર છે. નાગરિકો સંચાર સાથી પોર્ટલ પર જઈને તેમના ID પર કોઈ અજાણ્યો નંબર સક્રિય છે કે નહીં તે તાત્કાલિક તપાસી લે. ભાડે સિમ આપનારા મૂળ ગ્રાહક સામે પણ કાનૂની કાર્યવાહી થઈ શકે છે.