-
વિશ્વ હિન્દી દિવસ
વિશ્વ હિન્દી દિવસ
આપણા દેશમાં વાતચીત કરવા માટે ઘણી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં હિન્દી ભાષાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હિન્દી આપણી રાજભાષા છે. હિન્દીનો ઉપયોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, મોરેશિયસ, ફિલિપાઇન્સ સહિત ઘણા દેશોમાં પણ વાતચીત માટે હિન્દીનો ઉપયોગ થાય છે. એટલું જ નહીં હિન્દી વિશ્વની પાંચ મુખ્ય ભાષાઓમાંની એક છે. આ ભાષાની આ લોકપ્રિયતાને જોતા અને હિન્દીને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે 10 જાન્યુઆરીના દિવસને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
1975માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ નાગપુરમાં પ્રથમ વખત વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરી હતી. જેમાં 30 દેશોના 122 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહે 2006થી દર વર્ષે વિશ્વ હિન્દી દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી. પ્રથમ વખત આ દિવસને ઉજવવાની પહેલ 10 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. આ પછી 2006થી દર વર્ષે 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.
ઘણા ઇતિહાસકારોના મતે હિન્દી શબ્દ ફારસી ભાષા પરથી ઉતરી આવ્યો છે. પર્શિયા (હવે ઇરાન)ના લોકો સિંધુ નદીને કિનારે રહેતા લોકોને હેંડી કહેતા હતા અને તેમની ભાષાને ઇન્ડી કહેવામાં આવતી હતી. આ શબ્દ પાછળથી અપભ્રંશ થઇને હિન્દી થઇ ગયો. ફારસી અને હિન્દી આ બે ભાષાઓનું મૂળ એક જ ભાષા છે. બંને સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી છે. હિન્દી દિવસ વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ અને 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવાય છે. રાષ્ટ્રીય હિન્દી દિવસ એ હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપવાની ઉજવણી છે, જે 1949માં બંધારણ સભા દ્વારા હિન્દીને આધિકારિક ભાષા તરીકે ઘોષણા કરવામાં આવી તેની યાદમાં ઉજવવામાં આવે છે. જ્યારે વિશ્વ હિન્દી દિવસનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દીને પ્રોત્સાહન આપવાનો છે.
વિદેશમાં 25થી વધુ સામયિકો નિયમિતપણે હિન્દી ભાષામાં પ્રકાશિત થાય છે, તેમજ સંખ્યાબંધ હિન્દી કાર્યક્રમો પણ પ્રસારિત થાય છે. એટલું જ નહીં યૂએઇમાં એફએમ રેડિયોની ઓછામાં ઓછી 3 એવી ચેનલ છે, જ્યાં તમે 24 કલાક હિન્દી ફિલ્મી ગીતો સાંભળી શકો છો. હિન્દીના અભ્યાસને હવે સમગ્ર વિશ્વમાં અંગ્રેજી જેટલું જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દી લગભગ 40 દેશોની 600થી વધુ જાણીતી યુનિવર્સિટીઓ, કોલેજો અને સંસ્થાઓમાં ભણાવવામાં આવે છે. આ પૈકી હિન્દીનો અભ્યાસ 1815થી અમેરિકાની યેલ યુનિવર્સિટી અને જાપાનની ટોક્યો યુનિવર્સિટીમાં 100 વર્ષથી વધુ સમયથી કરવામાં આવે છે. વિશ્વભરમાં લગભગ 75 કરોડ લોકો હિન્દી બોલે છે, જેમાંથી 53 કરોડ (2001ની વસ્તી ગણતરી મુજબ) ભારતમાંથી છે. ભારત બાદ નેપાળમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે. અમેરિકાનું નામ ત્રીજા નંબર પર છે. 2011ના આંકડા મુજબ ઓસ્ટ્રેલિયામાં એક લાખથી વધુ લોકો હિન્દી ભાષા બોલે છે.