પૃથ્વી પરિભ્રમણ દિવસ
08th January

પૃથ્વી પરિભ્રમણ દિવસ (Earth Rotation Day) 8 જાન્યુઆરીએ ઉજવાય છે. પૃથ્વી પરિભ્રમણ દિવસ એ આપણો પૃથ્વી ગ્રહ દર 24 કલાકે ફરે છે તેની ઉજવણી કરવાનો દિવસ છે.

ફ્રાંસના ભૌતિક વૈજ્ઞાનિક લિયોન ફોકોલ્ટને 1851માં પોતાના એક મોડલથી સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર કેવી રીતે ફરે છે. 470 ઈ.સ. પૂર્વ અમુક ખગોળશાસ્ત્રીઓએ દાવો કર્યો હતો કે, પૃથ્વી ફરે છે, પરંતુ એ સાબિત ના થયું કે તે સૂર્યનો ચક્કર પણ મારે છે. ઘણા બધા વર્ષો વીતી ગયા પછી લિયોને પ્રથમવાર પેન્ડુલમ મોડલથી સમજાવ્યું કે પૃથ્વી પોતાની ધરી પર પણ ફરતાની સાથે જ સૂર્યનો ચક્કર પણ મારે છે. અમુક વર્ષો પછી લિયોનની આ થિઅરી ફેમસ થઈ ગઈ અને ધરતીની મોમેન્ટ ચેક કરવા માટે તેનો પ્રયોગ થવા લાગ્યો. 8 જાન્યુઆરીએ તેમનો જન્મદિવસ છે આથી આ દિવસને પૃથ્વી પરિભ્રમણ દિવસ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો.

પૃથ્વીની બીજી ગતિ જે સૂર્યની આસપાસ હોય છે તેને પરિભ્રમણ કહેવામાં આવે છે. પૃથ્વી એક વર્ષ અથવા 365.14 દિવસમાં સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વી દર 24 કલાકમાં એકવાર ફરે છે અને તેની પરિભ્રમણ ગતિ 1674 કિલોમીટર પ્રતિ કલાક છે. જ્યારે પૃથ્વી તેની ધરી પર ફરે છે, ત્યારે દિવસ અને રાત બદલાય છે અને પૃથ્વીનું આ પરિભ્રમણ 23 કલાક 56 મિનિટ અને 4.09053 સેકન્ડમાં પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે આ સમયમાં પૃથ્વી 40 હજાર 75 કિલોમીટરનું અંતર કાપે છે. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે આ એક ચક્કરમાં પૃથ્વી 460 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પરિભ્રમણ કરે છે.