મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play

રમણ મહર્ષિ

સંત

ભારતના ઉત્તમ કોટિન સંત, અદ્વૈતવાદના સમર્થક દિવ્યદ્રષ્ટા સાધુપુરુષ રમણ મહર્ષિનો જન્મ ૩૦ ડિસેમ્બર, ૧૮૭૯ ના રોજ તામિલનાડુના તિરુચુલીમાં થયો હતો. તેમનું મૂળ નામ વેંકટરમણ ઐય્યર હતું. તેમના પિતાનું નામ સુન્દરમ્ ઐય્યર અને માતાનું નામ અલગમ્મલ હતું. તેમનો પ્રારંભિક અભ્યાસ તિરુચલી અને દિંદિગુલમાં થયો હતો. અભ્યાસમાં એમનું મન ચોંટતું નહીં અને ધ્યાનમાં બેસી રહેતા.

આત્મ સાક્ષાત્કારના વિશુદ્ધ આનંદમાં સદા મગ્ન રહેતા શ્રી રમણને દેહનું કોઇ ભાન રહેતું નહીં. તેઓ બહુ ઓછું બોલતા પણ જે કંઇ બોલતા તે સાંભળનારના હૃદયમાં સોંસરવું ઊતરી જતું. શંકરાચાર્યના 'વિવેક ચૂડામણી' નું એમણે સરળ ભાષાંતર કર્યું. એમની 'રમણગીતા' અને ‘ઉપદેશસાર ' ઘણાં ઉપરકારક નીવડયાં છે. મહર્ષિના જીવન સાથે સંકળાયેલ દંડ જેવી ચીજો અને સ્થાનો અવશેષ તરીકે આજે પણ અકબંધ સાચવી રખાયેલ છે. વૈજ્ઞાનિકોને પણ મૂંઝવી નાખે એવી ‘ભાવ - સપાટી' ને સ્પર્શી ચૂકેલા રમણ મહર્ષિના માનસને વિવિધ રીતે મૂલવવાના પ્રયાસો વિશ્વભરના ચિંતકો વર્ષોથી કરે છે,છતાં તેમને કોઈ ચુસ્ત ચોકઠામાં ગોઠવી શકતા નથી એ એમના વિરલ વ્યક્તિત્ત્વનું અણમોલ રહસ્ય છે.

શ્રી રમણ આશ્રમ, તિરુવન્નામલાઈ ખાતે જ્યારે ૧૪ એપ્રિલ, ૧૯૫૦ ની રાત્રે આઠ વાગ્યે અને સુડતાળીસ મિનિટે મહર્ષિ રમણને મહાપ્રયાણ પ્રાપ્ત થયું,ત્યારે આકાશમાં પ્રકાશના એક તેજસ્વી તારાનો ઉદય થયો અને અરુણાચલની દિશામાં ગાયબ થઈ ગયો. શ્રી મહર્ષિએ બતાવ્યું છેઃ 'સુખ બીજું કશું નહીં પણ આત્મા જ છે. આ૫ણો સ્વભાવ જ સ્વયં સુખ છે પણ લોકો પોતે આત્મા છે એ વાત જાણતા નથી'.

સંબંધિત દિન વિશેષ

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર