સરકારી પોલિટેકનિકના વિદ્યાર્થી દ્વારા વિકસિત રોબોટિક કાર 7 માળની ઊંચી દીવાલો પર ચઢી શકશે
સરકારી પોલિટેકનિક, અમદાવાદના ઈસી વિભાગના વિદ્યાર્થી રોહન પંચાલે પ્રોફેસર ડો. મિશેલ એસ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ 'વોલ ક્લાઈમ્બર મલ્ટીપર્પઝ રોબોટિક કાર'નું પ્રૂફ ઓફ કોન્સેપ્ટ તૈયાર કર્યું છે. આ રોબોટિક કાર વેક્યૂમ ટેક્નોલોજીની મદદથી 7 માળની ઊંચી દીવાલો પર ચઢી શકે છે. તે AI આધારિત ક્રેક ડિટેક્શન સિસ્ટમ દ્વારા દીવાલોની તિરાડો શોધી શકે છે અને ફાયર ફાઇટિંગમાં પણ મદદરૂપ થઈ શકે છે. આ નવીન પ્રોજેક્ટ માટે સરકારે રૂ. 1.25 લાખની ગ્રાન્ટ મંજૂર કરી છે.
