પાટણના ડૉ. જય ધ્રુવના IoT આધારિત સ્માર્ટ મોનિટરિંગ ડિવાઇસને મળ્યું ભારત સરકારનું પેટન્ટ
પાટણના શિક્ષણવિદ્ અને ઇનોવેટર ડૉ. જય ધ્રુવે IoT આધારિત સ્માર્ટ મોનિટરિંગ ડિવાઇસ વિકસાવીને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવી છે. આ ઉપકરણને ભારત સરકારના પેટન્ટ કાર્યાલય દ્વારા માન્યતા આપવામાં આવી છે, જે 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને વધુ મજબૂત બનાવે છે. આ ડિવાઇસ તાપમાન, ભેજ, હવાની ગુણવત્તા અને મશીનરીની કાર્યસ્થિતિનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરી શકે છે. તે શૈક્ષણિક સંસ્થાઓ, પ્રયોગશાળાઓ, ઔદ્યોગિક એકમો, હોસ્પિટલો અને કૃષિ ક્ષેત્રમાં સલામતી અને વ્યવસ્થાપન માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
