રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી (ટૅક્નોલોજી) દિન
11 મે 2026
દર વર્ષે 11 મે ના રોજ, ભારત દેશના વિકાસમાં વૈજ્ઞાનિકો, ઈજનેરો અને ટૅક્નોલોજીસ્ટસની નોંધપાત્ર સિદ્ધિઓને બિરદાવવા અને તેમના યોગદાનનું સન્માન કરવા માટે 'રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી (ટેક્નોલોજી) દિન' ઊજવવામાં આવે છે. 1998 માં આજના દિવસે આપણા દેશ દ્વારા પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ પ્રસંગની યાદમાં આપણા દેશમાં દર વર્ષે 11 મે ના રોજ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિન ઊજવવામાં આવે છે. આઝાદી પછી, ભારતે જે ક્ષેત્રોમાં વિકાસ અને અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તેમાંનું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેક્નોલોજી. આ ક્ષેત્રની પ્રગતિ સાથે આવનારા ભવિષ્યમાં સંભવિત મહાસત્તા છે તેવા દેશોની યાદીમાં ભારતનું સ્થાન અગ્રહરોળમાં છે.
રાષ્ટ્રીય ટૅક્નોલોજી દિવસ એ સંરક્ષણ, ટેક્નોલોજી, કૃષિ, આરોગ્યસંભાળ, સંદેશાવ્યવહાર અને અવકાશ સંશોધન જેવાં વિવિધ ક્ષેત્રોમાં ભારતીય વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેક્નોલોજીસ્ટસની ઉત્કૃષ્ટ સિદ્ધિઓને યાદ કરી અને તેની પ્રશંસા કરવા તેમજ દેશની પ્રગતિમાં તેઓના મૂલ્યવાન યોગદાનને સ્વીકારવાનો અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિન યુવા પેઢીને STEAM (Science, Technology, Engineering, Art and Mathematics) ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટેનો પ્રેરણાસ્રોત બને છે. આ દિનની ઉજવણીથી રાષ્ટ્રમાં સંશોધન અને નવીનતમ ટેક્નોલોજીને પ્રોત્સાહન મળે છે.
પરીક્ષણ પહેલાંના બે દાયકા અગાઉ, આ મિશન હાથ ધરવા માટે ભારત સંપૂર્ણપણે સજ્જ ન હતું. પોખરણ પરમાણુ પરીક્ષણની સફળતાએ દેશને વિશ્વસ્તરે અગ્રહરોળમાં મૂકી દીધો. ભવિષ્યમાં તકનિકી અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં વધુ પ્રગતિ સાથે સફળતાની વધુ ઊંચાઈઓ સુધી પહોંચવાના નિર્ધાર સાથે, આપણા દેશમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
- પોખરણ પરમાણુ પરીક્ષણ