ઈસરો સ્થાપના દિન
15 ઓગસ્ટ 2026
ઈસરો ની સ્થાપના 15 ઑગસ્ટ, 1969 ના રોજ કરવામાં આવી હતી, તેથી તેની યાદમાં દર વર્ષે 15 ઑગસ્ટના રોજ ઈસરો સ્થાપના દિન ઉજવવામાં આવે છે.
ઈસરો (ISRO)નું પૂરું નામ Indian Space Research Organization (ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન) છે. તેનું મુખ્યમથક બેંગાલુરુ શહેરમાં આવેલુ છે. વર્ષ 2021 મુજબ અહીં અંદાજે 17,099 લોકો કામ કરી રહ્યાં છે. ઇસરો ભારત અને વિદેશોના અવકાશયાન અવકાશમાં મોકલવાનું કાર્ય કરે છે. ઇસરોનો સમાવેશ વિશ્વની સૌથી મોટી 6 સરકારી સ્પેસ એજન્સીઓમાં થાય છે, જેમાં તેની સાથે NASA, Roscosmos, ESA, CNSA, અને JAXA નો પણ સમાવેશ છે. ઇસરોનો મુખ્ય હેતુ સ્પેસ ટેકનોલોજીને આગળ વધારવાનો તથા અવકાશ વિજ્ઞાન સંશોધન અને ગ્રહોનાં સંશોધનને અનુસરતાં અવકાશ તકનીકનો ઉપયોગ કરી રાષ્ટ્રનો વિકાસ કરવાનો છે.
ઇસરોએ ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટનું નિર્માણ કર્યું, જેને 1975 માં સોવિયેત યુનિયન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. 1980 માં પ્રથમ ઉપગ્રહ રોહિણી ને સ્વદેશી લોન્ચ વ્હીકલ SLV-3 દ્વારા ભ્રમણકક્ષામાં મૂકવા માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. ઇસરોએ ત્યારબાદ બે અન્ય રોકેટો PSLV અને GSLV વિકસાવ્યા હતા. ઈસરોએ 2008 માં ભારતના પ્રથમ ચંદ્ર મિશનના ભાગરૂપે ચંદ્રયાન-૧ લોન્ચ કર્યું હતું.
ઈસરોનું સંચાલન ભારત સરકારનો અંતરિક્ષ વિભાગ કરે છે. અંતરીક્ષ વિભાગ અંતરિક્ષ આયોગ હેઠળ આવે છે તે નીચે દર્શાવેલા સંગઠનો અને સંસ્થાનો સંભાળે છે:
ઈસરો દ્વારા Satellite Instructional Television Experiment (SITE), Geosynchronous Satellite Launch Vehicle (GSLV), Polar Satellite Launch Vehicle (PSLV), Space Capsule Recovery Experiment (SCRE), ચંદ્રયાન-૧, ચંદ્રયાન-૨, Satellite Launch Vehicle (SLV), Augmented Satellite Launch Vehicle (ASLV), ઇન્ડીયન સ્પેશ શટલ પ્રોગ્રામ, ઇન્ડીયન એસ્ટ્રોનોમીકલ ઓબ્ઝર્વેટરી (ઊંટી), રેડિયો ટેલીસ્કોપ, National Atmospheric Research Laboratory (NARL) પ્રોજેક્ટ અને રોકેટો લોન્ચ કરવામાં આવેલા છે. વિક્રમ સારાભાઈ, રાજા રમન્ના, કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન, યુ.આર.રાવ, હોમી ભાભા, બી.એન.સુરેશ, સતિષ ધવન, રાકેશ શર્મા, રવિશ મલ્હોત્રા, ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ, જી.માઘવન નૈયર વગેરે ઈસરોના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો છે.
- ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)
- એનટ્રિક્સ કોર્પોરેશન (Antrix) - ઈસરો બેંગ્લોરનું માર્કેટિંગ સહાયક
- ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL) અમદાવાદ
- રાષ્ટ્રીય વાયુમંડલીય અનુસંધાન પ્રયોગશાળા (NABL) ગંડાકી, આંધ્રપ્રદેશ
- ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) ઈસરો બેંગ્લોરનું વ્યાપારિક સહાયક ઉત્તર પૂર્વીય અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર (NE-SAC), ઉમિયમ
- સેમિકન્ડક્ટર પ્રયોગશાળા (SCL), મોહાલી
- ભારતીય અંતરીક્ષ વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી સંસ્થાન (IST), તિરુવનંથપુરમ – ભારતની અંતરીક્ષ વિશ્વવિદ્યાલય
- વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર – ત્રિવેન્દ્રમ્,કેરળ
- ઈસરો સેટેલાઈટ એપ્લિકેશન સેન્ટર – બેંગાલુરુ, કર્ણાટક
- શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ રિસર્ચ સેન્ટર – શ્રી હરિકોટા ટાપુ, આંધ્રપ્રદેશ
- સ્પેસ એપ્લિકેશન સેન્ટર – અમદાવાદ,
- ગુજરાત ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન કોમ્યુનિકેશન યુનિટ અમદાવાદ, ગુજરાત
- લિક્વિડ પ્રોપલ્ઝન સિસ્ટમ્સ સેન્ટર – બેંગાલુરુ, કર્ણાટક
- ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક – બેંગાલુરુ. કર્ણાટક
- કર્ણાટકના સન ખાતે તૈયાર કરેલ માસ્ટર કંટ્રોલ ફેસિલિટી
- બેંગાલુરુ, દહેરાદૂન, જોધપુર, ખડગપુર અને નાગપુરનાં રીજિનલ રિમોટ સેન્સિંગ સર્વિસ સેન્ટર
- તિરુપતિ નજીક ગંડાઢી ખાતે નેશનલ રડાર ફેસિલિટી, હૈદરાબાદ ખાતે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, લખનઉ ખાતે ઈસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક, ઉદેપુર ખાતે સૌર વેધશાળા અને માઉન્ટ આબુ ખાતે ઇન્ફ્રારેડ વેધશાળા કાર્યરત છે.