LPG સપ્લાય ઠીક થવામાં એક કે બે મહિના નહીં પણ વર્ષો લાગશે?
દુનિયાભરમાં મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ગેસ અને તેલની સપ્લાય પર દેખાઈ રહી છે. ભારત તેની LPG ગેસની જરૂરિયાત માટે મોટાપાયે મિડિલ ઈસ્ટ પર નિર્ભર છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોની અવરજવર ખોરવાતા અને ઇઝરાયલ-ઈરાન વચ્ચેના તણાવને કારણે એનર્જી સપ્લાય ચેઈન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. અહેવાલો મુજબ, આ સપ્લાયને ફરીથી સામાન્ય થવામાં મહિનાઓ નહીં પણ વર્ષો લાગી શકે છે.સરકારી અધિકારીઓએ સંકેત આપ્યા છે કે, ગ્લોબલ LPG સપ્લાય ચેઈન જે રીતે ખોરવાઈ છે, તેને સંપૂર્ણપણે પાટા પર આવતા ઓછામાં ઓછા 3 થી 4 વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે.
LPG સપ્લાય ઠીક થવામાં એક કે બે મહિના નહીં પણ વર્ષો લાગશે?
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, કુલ 938 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા
ગુજરાતની 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 938 ફોર્મ પરત ખેંચાયા છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ શનિવારે હતો. જો કે, વિવિધ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોના નામ છેલ્લી ઘડી સુધી જાહેર કરાયા ન હતા. આ દરમિયાન શુક્રવારે મોડી રાત્રે તેમજ ડાયરેક્ટ મેન્ડેટ આપેલા ઉમેદવારો આખરી દિવસે ફોર્મ ભરવા આવતા રાજ્યભરની કચેરીઓમાં ભારે ભીડ પણ જામી હતી, તો ક્યાંક વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ખેંચતાણના ફિલ્મી દૃશ્યો પણ સર્જાયા હાત. આ ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 15 એપ્રિલ અને સમય બપોરે 3 વાગ્યા સુધીનો હતો.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, કુલ 938 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા
ટ્રમ્પે કરી મોટી જાહેરાત- 'હું હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું'.
હોર્મુઝમાં અમેરિકન નાકાબંધી વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને લઈને થોડા નરમ પડતા દેખાઈ રહ્યા છે. પાકિસ્તાનમાં ફરી ઈરાન સાથે બેઠક થવાના સમાચારો વચ્ચે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હું હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું. આ ચીન અને દુનિયા માટે કરી રહ્યો છું. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "ચીન ખૂબ ખુશ છે કે હું હોર્મુઝ કાયમી ધોરણે ખોલી રહ્યો છું. હું આ તેમના માટે પણ કરી રહ્યો છું - અને વિશ્વ માટે પણ. આ પરિસ્થિતિ ફરી ક્યારેય ઊભી થશે નહીં. તેઓ ઈરાનને હથિયારો ન મોકલવા માટે સંમત થયા છે.
ટ્રમ્પે કરી મોટી જાહેરાત- 'હું હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું'.
ઈરાને ચીની સેટેલાઈટનો ઉપયોગ કરી અમેરિકન સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ કર્યા!
ઈરાને ચીનના જાસૂસી સેટેલાઇટનો ઉપયોગ કરીને મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓની રેકી કરી હતી. આ જાસૂસીને કારણે ઈરાનને તમામ મહત્વની જાણકારી મળી ગઈ હતી અને ત્યારબાદ યુદ્ધ દરમિયાન તેને અમેરિકન ઠેકાણાઓને વીણી-વીણીને નિશાન બનાવ્યા હતા. ચીની સેટેલાઇટનો આ ઉપયોગ 2024ના છેલ્લા દિવસોમાં કરવામાં આવ્યો હતો. ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ઈરાને TEE-01B સેટેલાઇટ્સનો ઉપયોગ કર્યો હતો, જેને ચીની કંપની 'અર્થ આઈ' દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
ઈરાને ચીની સેટેલાઈટનો ઉપયોગ કરી અમેરિકન સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ કર્યા!
સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ માર્યા, સોશિયલ મીડિયા પર મજાક ઊડી
સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ એક ગંભીર ક્ષતિને કારણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયું છે. શહેરના વૉર્ડ નંબર 14મા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા ચૂંટણી કાર્યાલય પર 'સામાન્ય ચૂંટણી'ના બદલે 'પેટા ચૂંટણી કાર્યાલય' લખવામાં આવતા વિરોધ પક્ષો અને સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી રહ્યા છે. PM નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓના ફોટા સાથે આ કાર્યાલયનું ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ માર્યા, સોશિયલ મીડિયા પર મજાક ઊડી
AAP સરકારે છીનવી તો કેન્દ્રએ પાછી આપી, રાઘવ ચઢ્ઢાને ફરી મળી Z+ કેટેગરીની સુરક્ષા.
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડ હવે સપાટી પર આવી ગઈ છે. પંજાબની ભગવંત માન સરકારે રાઘવ ચઢ્ઢાની Z+ સુરક્ષા પાછી ખેંચી લેતા રાજકારણ ગરમાયું છે. જોકે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને રાઘવ ચઢ્ઢાને Z શ્રેણીની સુરક્ષા આપી છે. આ સુરક્ષા વ્યવસ્થા હેઠળ અર્ધલશ્કરી દળોના જવાનો તેમની સાથે રહેશે. મહત્વનું છે કે, આ સુરક્ષા તેમને દિલ્હી અને પંજાબ બંને સ્થળોએ ઉપલબ્ધ થશે. જ્યાં સુધી સુરક્ષાની ઔપચારિકતાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી દિલ્હી પોલીસને તાત્કાલિક સુરક્ષા આપવા સૂચના અપાઈ છે.
AAP સરકારે છીનવી તો કેન્દ્રએ પાછી આપી, રાઘવ ચઢ્ઢાને ફરી મળી Z+ કેટેગરીની સુરક્ષા.
અમેરિકાની હોર્મુઝ નાકાબંધી વચ્ચે LPG લઈને જગ વિક્રમ જહાજ કંડલા પહોંચ્યું.
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ વચ્ચે 20 હજાર મેટ્રિક ટન LPG સાથે જગ વિક્રમ જહાજ હોર્મુઝ ખાડી પાર કરીને કંડલા પહોંચ્યું. યુદ્ધવિરામ વચ્ચે હોર્મુઝ પાર કરનાર પ્રથમ ભારતીય અને ખાડીમાંથી બહાર નીકળનાર 9મું ભારતીય જહાજ છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા ખાતે ઓઈલ જેટી નંબર 1 ઉપર લાંગરવામાં આવ્યું. LPG ખાલી કરવાની ગતિવિધિ શરૂ કરાઈ છે, જે દેશના વિવિધ વિસ્તારોમાં સપ્લાય થશે.
અમેરિકાની હોર્મુઝ નાકાબંધી વચ્ચે LPG લઈને જગ વિક્રમ જહાજ કંડલા પહોંચ્યું.
ઈઝરાયલે દક્ષિણ લેબનોનના હિઝબુલ્લાહના ગઢ બિંત જ્બીલને ઘેર્યું, IDFના નિયંત્રણનો દાવો.
IDFએ દાવો કર્યો છે કે તેણે દક્ષિણ લેબનોનના બિંત જ્બીલ શહેરને ઘેરી લીધું છે અને નિયંત્રણમાં લેશે. અહેવાલો અનુસાર, ઇઝરાયેલી સેનાએ ઘરો તોડવાનું શરૂ કર્યું છે. ઈઝરાયેલના આ દાવા વચ્ચે, પાકિસ્તાનમાં US-Iranની શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગઈ હતી. સેનાએ હિઝબુલ્લાહના 100 આતંકવાદીઓના મોતનો દાવો કર્યો છે. હિઝબુલ્લાહે લોહિયાળ જંગ ચાલુ હોવાનું જણાવ્યું છે.
ઈઝરાયલે દક્ષિણ લેબનોનના હિઝબુલ્લાહના ગઢ બિંત જ્બીલને ઘેર્યું, IDFના નિયંત્રણનો દાવો.
ઈરાન સાથે શાંતિ મંત્રણા અંગે US પ્રતિનિધિનું નિવેદન: 'એ ભારતે નક્કી કરવાનું છે...'
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે બીજા રાઉન્ડની વાતચીતની અટકળો લગાવવામાં આવી રહી છે. પાકિસ્તાન અને ઈજિપ્તના પ્રયાસોથી પ્રથમ બેઠક ઈસ્લામાબાદમાં યોજાઈ હતી, જે અનિર્ણિત રહી હતી. આ દરમિયાન ભારતમાં અમેરિકાના રાજદૂત અને ટ્રમ્પના નજીકના સર્જિયો ગોરે યુદ્ધ રોકવામાં ભારતની ભૂમિકા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મધ્ય પૂર્વમાં શાંતિ માટે અમેરિકા ભારતની ભાગીદારીનું સ્વાગત કરશે.
ઈરાન સાથે શાંતિ મંત્રણા અંગે US પ્રતિનિધિનું નિવેદન: 'એ ભારતે નક્કી કરવાનું છે...'
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: AAP નેતાઓના માથા પર ટિકિટોના ખેલની કાળી ટીલી લાગી.
AAP નેતાઓના શરાબ અને શબાબના આક્ષેપો તેમજ ટિકિટ વિતરણમાં ગેરરીતિના આરોપો લાગ્યા છે. કેટલાક કાર્યકરોએ ગુંડા જેવા ઉમેદવારોને ટિકિટ આપવાનો વિરોધ કર્યો છે, જેના કારણે પક્ષની પ્રતિષ્ઠા ખરડાઈ છે. પ્રદેશ નેતાઓ એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: AAP નેતાઓના માથા પર ટિકિટોના ખેલની કાળી ટીલી લાગી.
Bihar CM Oath: સમ્રાટ ચૌધરી પાવર સેન્ટરમાં, BJPના દાવનો અર્થ.
આ નેતૃત્વમાં બદલાવ છે અને સંકેત છે કે BJP બિહારમાં સહયોગી પક્ષોને બદલે પોતાના ચહેરા સાથે સત્તા સંભાળશે. કુશવાહા સમુદાયમાંથી આવતા સમ્રાટ ચૌધરી પાસે લાંબો રાજકીય અનુભવ, મજબૂત સામાજિક આધાર અને વહીવટી સમજણનું સંતુલન છે. તેઓ નીતીશ કુમારના કુર્મી સમુદાય સાથે મળીને રાજ્યની 60% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. 2024થી ઉપમુખ્યમંત્રી તરીકે તેમણે મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા છે. તેમણે RJDથી શરૂઆત કરી અને બે વખત પક્ષ બદલ્યા છે.
Bihar CM Oath: સમ્રાટ ચૌધરી પાવર સેન્ટરમાં, BJPના દાવનો અર્થ.
ગુજરાતનો રાજકીય નકશો બદલાશે: 39 સાંસદ અને 273 ધારાસભ્યોની શક્યતા, કેન્દ્રના બે નિર્ણયોની અસર થશે.
Women Reservation Bill અને નવા પરિસીમનથી ગુજરાતનો રાજકીય નકશો બદલાશે. લોકસભાની બેઠકો 26થી 39 અને વિધાનસભાની બેઠકો 182થી 273 થવાની સંભાવના છે. આ ફેરફારોને લીધે કેટલીક જૂની બેઠકો રદ થશે અને નવી બેઠકો અસ્તિત્વમાં આવશે. બેઠકોના વિસ્તારોમાં પણ મોટા ફેરફારો થશે.
ગુજરાતનો રાજકીય નકશો બદલાશે: 39 સાંસદ અને 273 ધારાસભ્યોની શક્યતા, કેન્દ્રના બે નિર્ણયોની અસર થશે.
હોર્મુઝ નાકાબંધી વચ્ચે 'જગ વિક્રમ' 20 હજાર મેટ્રિક ટન LPG સાથે કંડલા બંદરે પહોંચ્યું.
પશ્ચિમ એશિયામાં સંઘર્ષ અને નાકાબંધી વચ્ચે, ભારતીય ધ્વજવાળું LPG ટેન્કર 'જગ વિક્રમ' 20 હજાર મેટ્રિક ટન LPG લઈને કંડલા પોર્ટ પર પહોંચ્યું. અમેરિકા અને ઈરાન વચ્ચે કામચલાઉ સંઘર્ષવિરામ બાદ હોર્મુઝની સામુદ્રધુની પસાર કરનાર આ પ્રથમ ભારતીય જહાજ છે. આ જહાજ ઓમાનની ખાડી થઈને ભારત તરફ આગળ વધ્યું હતું. આ ઘટના ભારત માટે રાહતરૂપ છે.
હોર્મુઝ નાકાબંધી વચ્ચે 'જગ વિક્રમ' 20 હજાર મેટ્રિક ટન LPG સાથે કંડલા બંદરે પહોંચ્યું.
અંદમાન સાગરમાં રોહિંગ્યા-બાંગ્લાદેશીઓને લઈ જતી બોટ ડૂબી, આશરે 250 લોકો ડૂબી ગયાની આશંકા.
અંદમાન સાગરમાં એક હોડી ડૂબી ગઈ, જેમાં 250થી વધુ બાંગ્લાદેશી અને રોહિંગ્યા હતા. તેઓ Malaysia જઈ રહ્યા હતા. નવ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, પણ બાકીના લોકોનો કોઈ અત્તો પત્તો નથી. આ લોકોને તસ્કરી કરીને લઈ જવામાં આવી રહ્યા હતા.
અંદમાન સાગરમાં રોહિંગ્યા-બાંગ્લાદેશીઓને લઈ જતી બોટ ડૂબી, આશરે 250 લોકો ડૂબી ગયાની આશંકા.
ચૂંટણીમાં 14થી વધુ ઉમેદવાર હોય તો 2 EVM મુકવા પડશે.
ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ; 14થી વધુ ઉમેદવાર થવાની શક્યતા. એક EVMમાં NOTA સહિત 16 બટન હોય છે. ઉમેદવાર વધશે તો તંત્રની કસરત વધશે. મહાનગરપાલિકા સહિતની ચૂંટણીમાં એક વોર્ડમાં 14થી વધુ ઉમેદવારો માટે બે EVM મુકાશે. મોટાભાગની ચૂંટણીમાં એક EVM વપરાય છે, પણ ઉમેદવાર વધે તો બે મુકાય છે.
ચૂંટણીમાં 14થી વધુ ઉમેદવાર હોય તો 2 EVM મુકવા પડશે.
વૈશ્વિક ક્રૂડ પુરવઠો ખોરવાશે: હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા કટોકટી.
હોર્મુઝ સ્ટ્રેટમાં USની 'સાયલન્ટ પ્રેશર'ની નીતિ; ટ્રમ્પે યુદ્ધ ખતમ થવાની નજીક હોવાનું જણાવ્યું.
US દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર નૌસેનિક નાકાબંધીની અસર વર્તાઈ. ઈરાનના બંદરોથી જહાજ નીકળ્યા નહિ, વેપારી જહાજો પાછા ફર્યા. છેલ્લા 24 કલાકમાં 20થી વધુ જહાજો પસાર થયા. ટ્રમ્પે ઈન્ટરવ્યૂમાં યુદ્ધ ખતમ થવાની નજીક હોવાનું કહ્યું.
હોર્મુઝ સ્ટ્રેટમાં USની 'સાયલન્ટ પ્રેશર'ની નીતિ; ટ્રમ્પે યુદ્ધ ખતમ થવાની નજીક હોવાનું જણાવ્યું.
ઉમેદવારી અને ફોર્મ પરત ખેંચવાના ધમપછાડા, આજે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થશે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ આજે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને ચૂંટણી લડાવવા માટે ધમપછાડા ચાલી રહ્યા છે. 10005 બેઠકો માટે 10898 ફોર્મ રદ્દ થયા છે અને 300 બેઠકો પર એકમાત્ર ઉમેદવાર હોવાથી મતદાન નહીં થાય. 26મી એપ્રિલે મતદાન થશે. BJP, કોંગ્રેસ અને AAPએ ઉમેદવારો ઉભા રાખ્યા છે.
ઉમેદવારી અને ફોર્મ પરત ખેંચવાના ધમપછાડા, આજે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થશે.
મોદીએ મમતાને પૂછ્યું કે શું તેઓ PM બનવા માંગે છે કે CM?
પશ્ચિમ બંગાળની ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયું છે. PM મોદીએ કહ્યું કે તેઓ બંગાળની દરેક બેઠક પર ઉમેદવાર છે. મમતા બેનર્જીએ ટીખળ કરતા પૂછ્યું શું તેઓ બંગાળના CM બનવા માંગે છે કે PM રહેવું છે? મમતાએ વધુમાં જણાવ્યું કે જો તેઓ તમામ ૨૯૪ બેઠકો પર ભાજપના ઉમેદવાર છે તો તેમણે PM તરીકે રાજીનામું આપવું જોઈએ.
મોદીએ મમતાને પૂછ્યું કે શું તેઓ PM બનવા માંગે છે કે CM?
યુદ્ધને લીધે ચીનની નિકાસને ફટકો: માર્ચમાં માત્ર 2.50 ટકાનો વધારો.
યુદ્ધની અસરથી માર્ચમાં ચીનની નિકાસમાં માત્ર 2.50 ટકાની સામાન્ય વૃદ્ધિ થઈ, જ્યારે આયાત 27.80 ટકા વધી છે. વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા અને ઊર્જાના ભાવ વધારાને કારણે નિકાસ પર અસર થઈ છે. January અને Februaryમાં નિકાસમાં 21 ટકાનો વધારો થયો હતો.
યુદ્ધને લીધે ચીનની નિકાસને ફટકો: માર્ચમાં માત્ર 2.50 ટકાનો વધારો.
હોર્મુઝની ખાડીમાં અમેરિકાની આડોડાઈથી વિશ્વને નુકસાન થશે.
ઈરાન હોર્મુઝની ખાડી ખોલવા તૈયાર છે, પણ અમેરિકા દબાણ કરે છે, જેથી મુદ્દો ગુંચવાશે. યુનાઈટેડ સ્ટેટ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, અમેરિકા ટાર્ગેટેડ બ્લોકેજ કરશે, જે ઈરાનના જહાજોને રોકશે. હોર્મુઝની ખાડી દુનિયાનો મહત્વનો ચોક પોઈન્ટ છે, જેની પહોળાઈ માત્ર ૩૩ કિલોમીટર છે પણ જહાજો માટે માત્ર ૩ કિલોમીટર છે.
હોર્મુઝની ખાડીમાં અમેરિકાની આડોડાઈથી વિશ્વને નુકસાન થશે.
નોવો નોર્ડિસ્ક દવા સંશોધનથી સપ્લાય ચેઈનમાં AI ક્રાંતિ લાવશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નોવો નોર્ડિસ્કના દવા સંશોધન, ઉત્પાદન અને કોમર્શિયલ ઓપરેશનમાં ક્રાંતિ લાવશે. OpenAI સાથે મળીને, કંપની ડેટા વિશ્લેષણ, નવી દવાની શોધ અને ઉત્પાદનને વધુ કાર્યક્ષમ બનાવવા AIનો ઉપયોગ કરશે. વજન ઘટાડવાની દવા બનાવતી યુરોપની આ અગ્રણી કંપની દવાના સંશોધનથી લઈને ઉત્પાદન સુધી AIના ઉપયોગથી કામગીરી સુધારશે. AI દવાના ઉત્પાદનને ઝડપી બનાવશે.
નોવો નોર્ડિસ્ક દવા સંશોધનથી સપ્લાય ચેઈનમાં AI ક્રાંતિ લાવશે.
USમાં એપ્રિલથી જ જૂન-જુલાઈ જેવી ભીષણ ગરમી
મોરબીના વોર્ડ-6માં BJP નેતાઓ માટે પ્રવેશબંધી.
મોરબીમાં BJPના જૂના કાર્યકરોને ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી, જેના કારણે વોર્ડ-6ના લોકોએ નિષ્ક્રિય નેતાઓ સામે રોષ વ્યક્ત કર્યો. સ્થાનિકોએ "અમારા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે આવવું નહીં" એવા બેનર લગાવીને BJP નેતાઓ માટે જાહેરમાં પ્રવેશબંધી ફરમાવી છે. આ ઘટના મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ચર્ચાનો વિષય બની છે.
મોરબીના વોર્ડ-6માં BJP નેતાઓ માટે પ્રવેશબંધી.
ઇરાન યુદ્ધને કારણે ભારતમાં આશરે 25 લાખ લોકો ગરીબીમાં ધકેલાઈ જશે એવી સંભાવના વ્યક્ત કરાઈ.
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની ચેતવણી અનુસાર, ઇરાન યુદ્ધથી ભારતમાં ઊર્જાના ભાવ વધશે, કોલસા આધારિત વીજઉત્પાદન વધશે, મધ્ય-પૂર્વમાંથી રેમિટન્સની આવક ઘટશે. યુરિયા ઉત્પાદન માટે આયાતી ગેસ પર નિર્ભરતા ખાદ્ય સુરક્ષા પર દબાણ વધારશે અને ગરીબીમાં રહેનારા લોકોની સંખ્યા વધશે.
ઇરાન યુદ્ધને કારણે ભારતમાં આશરે 25 લાખ લોકો ગરીબીમાં ધકેલાઈ જશે એવી સંભાવના વ્યક્ત કરાઈ.
દોસ્ત ટ્રમ્પ સાથે PM મોદીની ઈરાન મુદ્દે 40 મિનિટની વાતચીત.
યુદ્ધવિરામ બાદ મોદી-ટ્રમ્પની પહેલી વાતચીત: વેપાર અને વૈશ્વિક મુદ્દે ભાગીદારી મજબૂત કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી. પશ્ચિમ એશિયામાં US, ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધ વચ્ચે, ટ્રમ્પે PM નરેન્દ્ર મોદી સાથે 40 મિનિટ સુધી ચર્ચા કરી. મધ્ય-પૂર્વમાં US, ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધમાં તણાવપૂર્ણ સ્થિતિ અંગે વાત થઈ.
દોસ્ત ટ્રમ્પ સાથે PM મોદીની ઈરાન મુદ્દે 40 મિનિટની વાતચીત.
અમેરિકાની નાકાબંધીથી ઇરાનને રોજનો અંદાજે રૂ.4000 કરોડનો આર્થિક ફટકો પડી રહ્યો છે.
અમેરિકાએ ઇરાનના બંદરો પર જતાં જહાજોને અટકાવવા 10 હજાર સૈનિકો ખડક્યા છે. છતાં ચીનનું વેપારી જહાજ હોર્મુઝની ખાડી પસાર થયું. આગામી દિવસોમાં અમેરિકા-ઇરાન વચ્ચે મંત્રણા Islamabad કે જિનીવામાં યોજાઈ શકે છે, જે માટે ટ્રમ્પે તૈયારી બતાવી છે. લેબનોન અને ઇઝરાયેલ વચ્ચેની શાંતિમંત્રણાથી હીઝબુલ્લાહને કોઈ ફેર નહીં પડે અને હુમલા ચાલુ રહેશે.
અમેરિકાની નાકાબંધીથી ઇરાનને રોજનો અંદાજે રૂ.4000 કરોડનો આર્થિક ફટકો પડી રહ્યો છે.
લોકસભાની બેઠકો 850 થશે, જેમાં મહિલાઓ માટે 273 અનામત રહેશે.
મહિલા અનામત લાગુ થયા બાદ લોકસભામાં સાંસદોની સંખ્યા 850 થશે, જેમાં 273 બેઠકો અનામત રહેશે. રાજ્યોમાં લોકસભાની બેઠકોની સંખ્યા વધીને 815 અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 35 બેઠકો રહેશે. વિશેષ સત્રમાં સુધારા બિલ રજુ થશે જેમાં લોકસભાની સીટો વધારવા અને નવા સીમાંકનનો પ્રસ્તાવ છે. મહિલાઓને લોકસભામાં 33 ટકા અનામત આપવામાં આવશે. વસતી મુજબ ફાળવણીથી ફેરફાર શક્ય છે.
લોકસભાની બેઠકો 850 થશે, જેમાં મહિલાઓ માટે 273 અનામત રહેશે.
રાજકોટ ચૂંટણી: 1119 શખ્સો સામે અટકાયતી પગલાં લેવાયાં.
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને Policeએ અત્યાર સુધીમાં 1119 શખ્સો સામે અટકાયતી પગલાં લીધા છે. દરેક Police સ્ટેશનમાં કામગીરી ચાલુ છે. અગાઉ આરોપીઓ સામે બીએનએસની કલમ ૧૨૬, ૧૭૦, ૧૩૫, ૧૨૮, ૧૨૫ અને પ્રોહીબિશનની કલમ ૯૩ હેઠળ કાર્યવાહી થઈ રહી છે. 3039માંથી 2616 પરવાનાવાળા હથિયારો જમા લેવાયા. પેરોલ-ફર્લો જમ્પ કરનારા અને વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે.
રાજકોટ ચૂંટણી: 1119 શખ્સો સામે અટકાયતી પગલાં લેવાયાં.
વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી ફોન પર વાતચીત.
PM નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે(14 એપ્રિલ) ટેલિફોનિક વાતચીત થઈ છે. આશરે 40 મિનિટ સુધી ચાલેલી આ લાંબી ચર્ચામાં બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંબંધો પર ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું હતું. PM મોદી અને ટ્રમ્પ વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પે હોર્મુઝને સંપૂર્ણ રીતે બંધ કરવાનું એલાન કર્યું છે. PM મોદીએ ટ્રમ્પ સાથે થયેલી વાતચીતની માહિતી આપતા કહ્યું કે, આ વાતચીત દરમિયાન દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્ત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરાઈ. આ સિવાય બંને વચ્ચે મિડલ ઈસ્ટની સ્થિતિ પર પણ ચર્ચા થઈ.