Knowledge: ભારતના 5 ખતરનાક ડ્રોન દુશ્મનને હરાવવા છે સક્ષમ!
Published on: 15th June, 2025
આજના સમયમાં, પરંપરાગત મિસાઈલોની જેમ જ ડ્રોન યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. ભારત પણ આ ટેકનોલોજીમાં પાછળ નથી. ભારત પાસે ઘણા પ્રકારના ખતરનાક અને અદ્યતન ડ્રોન છે જેનો ઉપયોગ દેખરેખ અને હુમલા બંને માટે થાય છે. ઈઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસિત HAROP ડ્રોન ભારતમાં પણ સામેલ છે. જેની ખાસિયત છે કે તે દુશ્મનની રડાર સિસ્ટમને સારી રીતે ઓળખી કાઢે છે અને તે તેના લક્ષ્ય સુધી આરામથી પહોંચી જાય છે. હેરોન માર્ક 2, આ ડ્રોન ભારતે 2023માં ઇઝરાયલ પાસેથી ખરીદ્યું હતું. આ ડ્રોનની ફ્લાઈટ રેન્જ 3000 કિલોમીટર છે તેમજ તે 24 કલાક હવામાં રહી શકે છે તેને તે રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. કામિકાઝે ડ્રોન, આ ભારતનું સ્વદેશી આત્મઘાતી ડ્રોન છે જે નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેની લંબાઈ 2.8 મીટર અને પાંખોનો ફેલાવો 3.5 મીટર છે. હર્મેસ 900, અદાણી ડિફેન્સ અને ઇઝરાયલની એલ્બિટ સિસ્ટમ્સ દ્વારા વિકસિત, આ ડ્રોન ભારતની સુરક્ષાનો મુખ્ય ભાગ બની ગયો છે. આ ડ્રોન 30,000 ફૂટની ઊંચાઈએ 30 કલાકથી વધુ સમય ઉડી શકે છે. MQ-9 રીપર, અમેરિકન ટેકનોલોજીથી બનેલા MQ-9 રીપરને વિશ્વના સૌથી ખતરનાક ડ્રોનમાંથી એક ગણવામાં આવે છે. તેનો ઉપયોગ જાસૂસી, ધ્યાન રાખવાનું અને હુમલા માટે થાય છે.