રામ મંદિર દાન ચોરી: SIT રિપોર્ટમાં કર્મચારીઓ કપડાં, બૂટમાં નોટો છુપાવતા કેદ
અયોધ્યા રામ મંદિર દાન ચોરી મામલે SITના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. CCTV ફૂટેજમાં કર્મચારીઓ ગણતરી દરમિયાન નોટો કપડાં, ખિસ્સાં અને બૂટમાં છુપાવતા દેખાયા છે. આશરે 70 શંકાસ્પદ ઘટનાઓ નોંધાઈ છે, જેમાં 6 કર્મચારીઓની મિલીભગત હોવાની શંકા છે. લગભગ 78.94 લાખ રૂપિયા રિકવર કરાયા છે. ટ્રસ્ટની નબળી સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના ઉલ્લંઘન પર પણ સવાલો ઉઠાવાયા છે. ડો. અનિલ મિશ્રા પર પણ ગંભીર આક્ષેપો થયા છે.
રામ મંદિર દાન ચોરી: SIT રિપોર્ટમાં કર્મચારીઓ કપડાં, બૂટમાં નોટો છુપાવતા કેદ
મણિપુરમાં સેનાના કાફલા પર ઉગ્રવાદીઓનો ઘાતકી હુમલો
મણિપુરમાં ઉખરુલ જિલ્લામાં 40 Assam Riflesના કાફલા પર શંકાસ્પદ ઉગ્રવાદીઓએ હુમલો કર્યો, જેમાં 2 જવાનો શહીદ થયા. વારન્ટ ઓફિસર Balwant Singh અને Rifleman CM Singh ના શહીદ થયા છે. આ હુમલામાં IED બોમ્બ બ્લાસ્ટ અને આડેધડ ગોળીબારનો ઉપયોગ થયો હતો. ઘટનાસ્થળે સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. આ હુમલાની રાજ્યના નેતાઓ દ્વારા નિંદા કરવામાં આવી છે.
મણિપુરમાં સેનાના કાફલા પર ઉગ્રવાદીઓનો ઘાતકી હુમલો
રામ મંદિર દાન ચોરી: VHP ચંપત રાય અને દોષિતો પર શું બોલી?
રામ મંદિર દાન ચોરીમાં ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડનાર દાન ચોરીના મામલે VHPના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઘટનાને દુઃખદ ગણાવી અને ભક્તોની લાગણીઓને મહત્વ આપ્યું. VHP, RSS કે મોદી સરકાર સાથે આ વિવાદને જોડવાના પ્રયાસોને તેમણે ફગાવી દીધા. ચંપત રાયની ભૂમિકા અંગે તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ VHPનું પ્રતિનિધિત્વ કરતા નથી. આ મામલે તપાસ અને દોષિતોને 4-5 મહિનામાં જેલ ભેગા કરવાની માંગ કરી છે.
રામ મંદિર દાન ચોરી: VHP ચંપત રાય અને દોષિતો પર શું બોલી?
અમદાવાદના હાથીજણ-વસ્ત્રાલ રોડ પર ડમ્પર અકસ્માતમાં ત્રણ વર્ષના બાળકનું મોત
અમદાવાદના હાથીજણથી વસ્ત્રાલ રોડ પર એક બેફામ ડમ્પરે મોપેડને ટક્કર મારતા 3 વર્ષના બાળક સાત્વિકનું ઘટનાસ્થળે જ મોત થયું. મૃતક બાળકના માતા કામિનીબહેન પ્રજાપતિને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ડમ્પર ચાલક ફરાર થતાં સ્થાનિક લોકોએ તેને ઝડપી પોલીસને સોંપ્યો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ડમ્પરચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાથી પરિવારમાં શોક ફેલાયો છે.
અમદાવાદના હાથીજણ-વસ્ત્રાલ રોડ પર ડમ્પર અકસ્માતમાં ત્રણ વર્ષના બાળકનું મોત
આસામમાં 8 કરોડ રૂપિયાની યાબા ગોળીઓ સાથે બે ઝડપાયા
ગુવાહાટિમાં સુરક્ષા દળોની સંયુક્ત ટુકડીએ 8 કરોડ રૂપિયાની પ્રતિબંધિત યાબા ગોળીઓ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી હિમન્તા બિસ્વા સરમાએ આ કાર્યવાહીની માહિતી આપતાં જણાવ્યું કે રાજ્ય પોલીસ અને આસામ રાઈફલ્સે મળીને આ સફળતા મેળવી છે. તેમણે સુરક્ષા દળોની કામગીરીની પ્રશંસા કરતાં એક કાવ્યાત્મક સંદેશ પણ શેર કર્યો. યાબા ગોળીઓમાં મેથામ્ફેટામિન હોવાથી તે ભારતમાં ગેરકાયદે છે.
આસામમાં 8 કરોડ રૂપિયાની યાબા ગોળીઓ સાથે બે ઝડપાયા
રામ મંદિર ટ્રસ્ટે ચંપત રાયનું રાજીનામું સ્વીકાર્યું
રામ મંદિર દાન ચોરી કેસમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટે સ્વીકારી લીધું છે, જ્યારે અનિલ મિશ્રાનું રાજીનામું પણ મંજૂરી માટે રજૂ થયું છે. બેઠકમાં ટ્રસ્ટના સભ્યોએ આ ઘટનાને રામભક્તોની આસ્થા પર લાગેલો કલંક ગણાવી દોષિતો સામે કડક કાર્યવાહી અને પારદર્શક તપાસની માંગ કરી હતી. ચંપત રાય હવે માત્ર ટ્રસ્ટના સભ્ય રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ, તેમના સ્થાને વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ બાગડાને નવા મહાસચિવ બનાવવાની શક્યતા છે.
રામ મંદિર ટ્રસ્ટે ચંપત રાયનું રાજીનામું સ્વીકાર્યું
શ્રીલંકા જેલમાં ભયાનક ગેંગવોર!
શ્રીલંકાની જેલમાં ડ્રગ્સ સંબંધિત બે ગેંગ વચ્ચે થયેલી ભયાનક હિંસામાં 4 ગાર્ડ અને 19 કેદીઓના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ છેલ્લા 6 વર્ષમાં શ્રીલંકાની જેલમાં થયેલી સૌથી મોટી હિંસા છે. રાજધાની કોલંબોની મુખ્ય જેલમાં રાત્રિભર ચાલેલી અથડામણમાં ગોળીબાર, મારમારી અને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરાયા છે.
શ્રીલંકા જેલમાં ભયાનક ગેંગવોર!
ગુજરાત સહિત 5 રાજ્યોમાંથી 190 વોન્ટેડ આરોપી ઝડપાયા
ગુજરાત પોલીસ ઓપરેશન ક્લીન સ્વીપ 2.0 હેઠળ, આગામી રથયાત્રા પૂર્વે ઝોન-7 અને LCB દ્વારા 24 કલાકનું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. 341 પોલીસકર્મીઓની 43 ટીમોએ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યોમાં તપાસ કરી કુલ 190 આરોપીઓને ઝડપી પાડ્યા. આ ઓપરેશનમાં હત્યા, અપહરણ અને નકલી નોટોના વેપાર જેવા ગંભીર ગુનાઓમાં છેલ્લા 20 વર્ષથી ફરાર બે આરોપીઓ તેમજ 83 લાંબા સમયથી વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી.
ગુજરાત સહિત 5 રાજ્યોમાંથી 190 વોન્ટેડ આરોપી ઝડપાયા
રામ મંદિર ટ્રસ્ટની મહત્ત્વની બેઠક: ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે નિર્ણય
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની મહત્ત્વની બેઠક આજે રામ મંદિર પરિસરમાં બપોરે 3 વાગ્યે યોજાશે. આ બેઠકમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાના રાજીનામા અંગે નિર્ણય લેવાશે. દાન ચોરી વિવાદ અને SIT રિપોર્ટ સાથે જોડાયેલી બાબતો પર પણ ચર્ચા થશે. 2025-26 ના ઓડિટ રિપોર્ટની પણ સમીક્ષા કરવામાં આવશે. ટ્રસ્ટ બંને પક્ષકારોનો જવાબ સાંભળીને નિર્ણય લેશે. બંને હોદ્દેદારોની ભૂમિકા સામે અનેક આરોપો વચ્ચે ટ્રસ્ટ પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરશે.
રામ મંદિર ટ્રસ્ટની મહત્ત્વની બેઠક: ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે નિર્ણય
ધર્મની બહેને વ્યાજખોરીના ચક્કરમાં ભાઈની નવજાત બાળકી વેચી મારવાનો કર્યો પ્રયાસ
અમદાવાદના વટવામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ધર્મની બહેને ભાઈ પાસેથી ઉછીના લીધેલા એક લાખ રૂપિયા વસૂલવા માટે તેની નવજાત બાળકીને વેચી દીધી. ભાઈએ રિક્ષા ખરીદવા માટે આ રકમ ઉછીની લીધી હતી. આરોપી બહેને બાળકીને રમડવાના બહાને લઈ જઈ પૈસા માંગ્યા અને ન આપવા પર બાળકી પરત આપવાની ના પાડી. પોલીસ ફરિયાદના ડરથી તેણે બાળકી પાછી આપી દીધી. તપાસમાં સામે આવ્યું કે તેણે નિ:સંતાન દંપતીને દોઢ લાખમાં બાળકી વેચવાનો સોદો કર્યો હતો.
ધર્મની બહેને વ્યાજખોરીના ચક્કરમાં ભાઈની નવજાત બાળકી વેચી મારવાનો કર્યો પ્રયાસ
યુરિયા-ડીએપીથી ભરચક 15 જહાજોએ હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરી
પશ્ચિમ એશિયામાં તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ હોવા છતાં, 15 ભારતીય જહાજો ખાતર અને કાચો માલ લઈને સંવેદનશીલ 'હોર્મુઝની ખાડી' સુરક્ષિત રીતે પાર કરીને ભારત આવી રહ્યા છે. આ જહાજોમાં 3.32 લાખ MT યુરિયા, 2.57 લાખ MT ડીએપી (DAP), અને 1.11 લાખ MT સલ્ફરનો સમાવેશ થાય છે. સરકારના સઘન પ્રયાસોથી ખેડૂતો માટે ખાતરની અછતનો ખતરો ટળી ગયો છે. સ્થાનિક ઉત્પાદન પણ વેગ પકડી રહ્યું છે.
યુરિયા-ડીએપીથી ભરચક 15 જહાજોએ હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરી
અમદાવાદ ગોમતીપુરમાં નજીવી બાબતે યુવકની હત્યા
અમદાવાદના ગોમતીપુરમાં એક ચોંકાવનારી ઘટનામાં નજીવી બાબતે થયેલી મારામારી બાદ યુવકની હત્યા થઈ છે. ચારતોલા કબ્રસ્તાન નજીક મેડિકલ સ્ટોર ચલાવતા વ્યક્તિ અને ભોગ બનનાર યુવક વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઉશ્કેરાયેલા શખસે યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ગોમતીપુરમાં નજીવી બાબતે યુવકની હત્યા
ઈન્સ્ટાગ્રામ પર બાળ શોષણ સંબંધિત પેઈડ જાહેરાતો રોકવા સરકારનો આદેશ
ઈન્સ્ટાગ્રામ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત પેઈડ જાહેરાતો દર્શાવાતી હોવાની ફરિયાદ બાદ કેન્દ્ર સરકારે મેટાને નોટિસ ફટકારી છે. આ જાહેરાતો યુઝર્સને ગેરકાયદે કન્ટેન્ટ ધરાવતા બાહ્ય પ્લેટફોર્મ પર મોકલી રહી હતી. સરકારે ઈન્સ્ટાગ્રામને તાત્કાલિક આવી જાહેરાતો અને કન્ટેન્ટ દૂર કરવા તથા સાત દિવસમાં વિસ્તૃત જવાબ આપવાનો આદેશ આપ્યો છે. મેટાએ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાનો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનો દાવો કર્યો છે. જવાબ ન મળવા પર પોક્સો કાયદા હેઠળ કાર્યવાહીની ચેતવણી અપાઈ છે.
ઈન્સ્ટાગ્રામ પર બાળ શોષણ સંબંધિત પેઈડ જાહેરાતો રોકવા સરકારનો આદેશ
બંગાળમાં સગીરા રેપ-મર્ડર: મણિપુર જેવી ભયાનકતા
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લામાં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ અને હત્યાનો આરોપ લાગતાં ભારે તણાવ છે. સગીરાનો મૃતદેહ તળાવમાંથી મળતાં સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો, રોષે ભરાયેલા ટોળાએ વાહનો સળગાવ્યા અને પોલીસ વાહનોમાં તોડફોડ કરી. આ ઘટનામાં એક સ્થાનિક ભાજપ કાર્યકર્તાની અટકાયત કરાઈ છે. રાજ્ય સરકારે SITની રચના કરી છે. TMC નેતા અભિષેક બેનર્જીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. આ ઘટના મણિપુર જેવી ભયાનકતાની યાદ અપાવે છે.
બંગાળમાં સગીરા રેપ-મર્ડર: મણિપુર જેવી ભયાનકતા
અમદાવાદના ફતેવાડીમાં પાડોશી દ્વારા ત્રણ બાળકીઓ સાથે શરમજનક કૃત્ય
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં પાડોશી દ્વારા રમત-રમતમાં ત્રણ બાળકીઓ સાથે થયેલા શરમજનક કૃત્યની ઘટના સામે આવી છે, જેના કારણે ભારે રોષ ફેલાયો છે. એક વિકૃત માનસિકતા ધરાવતા પાડોશીએ સંતાકૂકડી રમવાના બહાને 8, 6 અને 9 વર્ષની ત્રણ માસૂમ બાળકીઓને પોતાના ઘરે બોલાવી અશ્લીલ અડપલાં કર્યા હતા. ડરી ગયેલી બાળકીઓએ બૂમાબૂમ કરતાં આરોપીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીડિત પરિવારે આરોપી અને તેના ભાઈ વિરુદ્ધ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ન્યાયની ગુહાર લગાવી છે.
અમદાવાદના ફતેવાડીમાં પાડોશી દ્વારા ત્રણ બાળકીઓ સાથે શરમજનક કૃત્ય
રેલવે સ્ટેશન પર નશાકારક પોશડોડાની હેરાફેરી કરતી બે મહિલાઓ ઝડપાઇ
મધ્યપ્રદેશથી વડોદરામાં નશા માટે ઉપયોગમાં લેવાતા પોશડોડા લાવેલી બે મહિલાઓને વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપી લેવામાં આવી હતી. આ મહિલાઓ પાસેથી ૯.૯૮૦ કિલોગ્રામ પોશડોડાનો જથ્થો, જેની કિંમત લગભગ ૧.૪૯ લાખ રૂપિયા છે, કબજે કરવામાં આવ્યો છે. પોલીસે બંને મહિલાઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે વડોદરાના યોગેશકાકા નામના વ્યક્તિ માટે આ જથ્થો મંગાવવામાં આવ્યો હતો. રેલવે પોલીસના એસઓજી સ્ટાફ દ્વારા શંકાસ્પદ હિલચાલ પર નજર રાખતી વખતે આ કાર્યવાહી કરવામાં આવી.
રેલવે સ્ટેશન પર નશાકારક પોશડોડાની હેરાફેરી કરતી બે મહિલાઓ ઝડપાઇ
અયોધ્યા રામ મંદિર બાદ બદ્રિનાથ ધામમાં દાન મામલે હોબાળો!
અયોધ્યા રામ મંદિર બાદ હવે બદ્રિનાથ ધામમાં પણ દાન અને ચઢાવાના સંચાલન પર સવાલો ઉઠવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર ગેરરીતિઓના આરોપો વાઈરલ થયા બાદ BKTC(Shri Badarinath Kedarnath Temple Committee)એ નિષ્પક્ષ તપાસ માટે ચાર સભ્યોની પેનલ બનાવી છે. આ પેનલ 7 દિવસમાં રિપોર્ટ સોંપશે અને CCTV ફૂટેજ, કર્મચારીઓના નિવેદનો સહિતના પુરાવાઓની તપાસ કરશે. આ મામલે ઉત્તરાખંડનું રાજકારણ પણ ગરમાયું છે. BKTC અધ્યક્ષે દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
અયોધ્યા રામ મંદિર બાદ બદ્રિનાથ ધામમાં દાન મામલે હોબાળો!
અભિષેક બેનરજીના ડ્રીમ પ્રોજેક્ટમાં કરોડોનું સ્કેમ?
સેવાશ્રય કાર્યક્રમમાં કથિત અનિયમિતતાઓને લઈને TMC સાંસદ અભિષેક બેનર્જી પર કાનૂની દબાણ વધ્યું છે. બિષ્ણુપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક FIR નોંધાઈ છે, જે ભાજપ નેતા અભિજીત દાસ બોબીની ફરિયાદ પર આધારિત છે. કરોડો રૂપિયાના નાણાકીય ફ્રોડના ગંભીર આક્ષેપો છે. સ્વાસ્થ્ય વિભાગની મંજૂરી વગર ચાલતા આ કેમ્પ સામે સ્વાસ્થ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, એટોમિક એનર્જી એક્ટ અને NMC એક્ટ જેવી કડક કલમો હેઠળ ગુનો દાખલ થયો છે.
અભિષેક બેનરજીના ડ્રીમ પ્રોજેક્ટમાં કરોડોનું સ્કેમ?
અરાવલી એક્સપ્રેસમાં લાખોનું પર્સ ચોરાયું, મુસાફરો સાવચેત રહેજો!
બોરીવલીથી નાના સ્ટેશન સુધીની મુસાફરી દરમિયાન અરાવલી એક્સપ્રેસ ટ્રેનમાં એક દંપતી પાસેથી રૂપિયા 1.17 લાખનું પર્સ ચોરાઈ ગયું. રાત્રે સુરત સ્ટેશન પસાર થયા બાદ ઊંઘી રહેલા વકીલના પત્નીના પર્સમાંથી mobile, સોના-ચાંદીના સિક્કા, રોકડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો ગાયબ થયા. ભાયંદરના વકીલ મનીષ ભાટી તેમની પત્ની સાથે મુસાફરી કરી રહ્યા હતા. અમદાવાદ સ્ટેશન પર પર્સ ન મળતાં રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ.
અરાવલી એક્સપ્રેસમાં લાખોનું પર્સ ચોરાયું, મુસાફરો સાવચેત રહેજો!
સાવધાન! તમારી ચા 'ઝેરી' તો નથી?
મોટા ભાગના ઘરોમાં સવારની શરૂઆત ચાથી થાય છે, પરંતુ શું તમને ખબર છે કે તમારી ચા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે? ઉત્તર પ્રદેશમાં નકલી ચાના રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં સિન્થેટિક કલર અને કેમિકલ ભેળવીને વેચાણ થતું હતું. ગુજરાતમાં પણ આવી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે. નફાખોરી માટે ભેળસેળિયાઓ લાકડાનો વહેર, ચામડું, નકામી ડાઈ અને વપરાયેલી ચાની પત્તીનો ઉપયોગ કરે છે. આનાથી લિવર, કિડની અને પેટની ગંભીર બીમારીઓ થઈ શકે છે.
સાવધાન! તમારી ચા 'ઝેરી' તો નથી?
સુરત પાલિકાની જમીન પર દબાણ, નવા રોડ ખોદી ગેરકાયદેસર જોડાણ
સુરત શહેરમાં પાલિકા તંત્ર સામાન્ય નાગરિકોના નાના દબાણો સામે કડક કાર્યવાહી કરે છે, પરંતુ પોતાની જ જમીન પર થયેલા દબાણ અને ગેરકાયદેસર બાંધકામ સામે મૌન છે. રાંદેર ઝોનમાં પાલ જીઈબી ઓફિસ સામેના પાલિકાના રિઝર્વ પ્લોટમાં બિલ્ડરે દબાણ કર્યું છે. તેણે નવા કાર્પેટ રોડને ખોદીને વરસાદી પાણીની લાઈનમાં ગેરકાયદે જોડાણ કર્યું હોવાનો ગંભીર આક્ષેપ પૂર્વ કોર્પોરેટર ઉષા પટેલે કર્યો છે. લેખિત ફરિયાદ અને પુરાવા હોવા છતાં કાર્યવાહી ન થતાં અધિકારીઓ બિલ્ડર તરફી હોવાનો આરોપ છે.
સુરત પાલિકાની જમીન પર દબાણ, નવા રોડ ખોદી ગેરકાયદેસર જોડાણ
અમદાવાદમાં ભાજપ કોર્પોરેટરની બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલનો વીડિયો વાઈરલ
અમદાવાદમાં દારૂબંધી વચ્ચે ભાજપ કોર્પોરેટર સન્ની ખાનચંદાનીની બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલનો કથિત વીડિયો વાઈરલ થતાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં દારૂ અને પાર્ટીના દ્રશ્યો હોવાનો આક્ષેપ છે. વિવાદ વકરતા પોલીસે તપાસ હાથ ધરી છે. કોર્પોરેટરે વીડિયો નકારી કાઢી તેને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. પોલીસે વીડિયો ઝાંખો હોવાનું અને વિસ્તાર બહારનો હોવાનું જણાવી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં ભાજપ કોર્પોરેટરની બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલનો વીડિયો વાઈરલ
'કોઇએ ખિસ્સામાં તો કોઈએ મોજામાં નોટોની ગડ્ડી સંતાડી...', રામ મંદિર દાન ચોરીના CCTV રિકવર
રામ મંદિર દાન ચોરી કેસમાં SITની તપાસ પૂરજોશમાં ચાલી રહી છે. ડિલીટ કરાયેલા CCTV ફૂટેજ ખાસ સોફ્ટવેરની મદદથી રિકવર કરાયા છે, જેમાં ચોરો ખિસ્સા અને મોજામાં નોટો છુપાવતા જોવા મળ્યા છે. આ ફૂટેજ દ્વારા ચોરીનો માસ્ટરમાઈન્ડ અને સુરક્ષામાં રહેલી ખામીઓ સ્પષ્ટ થશે. નિર્માણ એજન્સીઓ L&T અને સુપરવિઝન એજન્સીઓના એન્જિનિયરોની પણ પૂછપરછ શરૂ કરાઈ છે. SIT બાંધકામ, જમીન ખરીદ-વેચાણ અને સામગ્રી સપ્લાયમાં થયેલી અનિયમિતતાઓની પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે.
'કોઇએ ખિસ્સામાં તો કોઈએ મોજામાં નોટોની ગડ્ડી સંતાડી...', રામ મંદિર દાન ચોરીના CCTV રિકવર
વીજ ટાવર-લાઇન વળતરમાં વધારાનો પરિપત્ર
રાજ્યમાં ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન અને ટાવરના કારણે ખેડૂતોને થતા નુકશાન સામે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે જંત્રીના બદલે પ્રવર્તમાન બજાર ભાવ (માર્કેટ રેટ)ના આધારે વળતર ચૂકવવામાં આવશે. નવા પરિપત્ર મુજબ, ટ્રાન્સમિશન ટાવરના પાયા હેઠળ આવતી જમીન માટે બજાર કિંમતના 200% એટલે કે બમણું વળતર મળશે. તેમજ રાઈટ ઓફ વે (RoW) કોરિડોર માટે પણ ગ્રામ્ય વિસ્તારોમાં 30%, નગરપાલિકા વિસ્તારોમાં 45% અને મહાનગરપાલિકા વિસ્તારોમાં 60% મુજબ વળતર ચૂકવાશે. આ નિર્ણયથી ખેડૂતોની લાંબા સમયથી ચાલતી માંગનો અંત આવ્યો છે.
વીજ ટાવર-લાઇન વળતરમાં વધારાનો પરિપત્ર
રામ મંદિરમાંથી 147 કિલોની સોનાની રામચરિતમાનસ ગુમ!
અયોધ્યાના રામ મંદિરમાંથી 147 કિલો વજનની સોનાથી મઢેલી 'રામચરિતમાનસ' ગુમ થવા અંગે નવો વિવાદ ઉભો થયો છે. પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ એસ. લક્ષ્મીનારાયણે આરોપ લગાવ્યો છે કે, તેમના પરિવારે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને આ અમૂલ્ય ભેટ રૂબરૂ દાનમાં આપી હતી, પરંતુ તેની કોઈ રસીદ મળી નથી. આ રામચરિતમાનસ, જે લગભગ ₹5 કરોડની કિંમતની છે અને જેમાં 522 પાના છે, તે તેમની સ્વર્ગસ્થ માતાની ભક્તિનો ખજાનો હતી. તેમણે RSSના વડા ડૉ. મોહન ભાગવત સમક્ષ પણ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી.
રામ મંદિરમાંથી 147 કિલોની સોનાની રામચરિતમાનસ ગુમ!
અગતરીયા ગામ પાસે કાર ચાલકે દંપતીને અડફેટે લીધા, પત્નીનું કરુણ મોત
ભાવનગર-મહુવા-રાજુલા હાઇવે પર અગતરીયા ગામના પાટિયા નજીક બેફામ ગતિએ આવતી કારે રોડની બાજુમાં ઊભેલા દંપતીને અડફેટે લીધું. ખરીદી કરીને ખેરા ગામે પરત ફરી રહેલા ચંદ્રેશભાઈ ગુજરિયા અને તેમના પત્ની મુન્નીબેનને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા. જ્યાં સારવાર દરમિયાન પત્ની મુન્નીબેનનું મોત નીપજ્યું. પતિ ચંદ્રેશભાઈને સામાન્ય ઈજાઓ થઈ છે. મહુવા રૂરલ પોલીસે બેદરકાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અગતરીયા ગામ પાસે કાર ચાલકે દંપતીને અડફેટે લીધા, પત્નીનું કરુણ મોત
સાયબર ફ્રોડના ભોગ બનનારાઓને એક વર્ષમાં ૪.૧૪ કરોડ રૂપિયા રિફંડ
ભાવનગર પોલીસે 'ઓપરેશન મ્યૂલ હંટ ૧.૦ અને ૨.૦' અંતર્ગત સાયબર ફ્રોડ સિન્ડિકેટ પર કાર્યવાહી કરી છે. જૂન-૨૦૨૫થી જૂન-૨૦૨૬ દરમિયાન કુલ ૧૫ ગુનાઓમાં ૪૧ આરોપીઓને ઝડપી લેવાયા હતા. આ આરોપીઓના એકાઉન્ટમાં કુલ રૂ.૧૩.૯૧ કરોડની છેતરપિંડીની રકમ આવી હતી. જેમાં પોલીસે અસરકારક કાર્યવાહી કરીને પીડિતોને રૂ.૪.૧૪ કરોડનું રિફંડ કરી આપ્યું છે. તપાસમાં ક્રિપ્ટો કરન્સીમાં પૈસા કન્વર્ટ થવાની પદ્ધતિઓ અને ચીન-કંમ્બોડિયા સ્થિત કંપનીઓ પણ સામે આવી છે.
સાયબર ફ્રોડના ભોગ બનનારાઓને એક વર્ષમાં ૪.૧૪ કરોડ રૂપિયા રિફંડ
મુંબઈની કલ્યાણની કોલેજને હાઈકોર્ટ દ્વારા એક લાખનો દંડ
મુંબઈ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું છે કે 'કોલેજની ભૂલની સજા વિદ્યાર્થી ન ભોગવી શકે'. કલ્યાણ સ્થિત શેઠ હિરાચંદ મુઠા આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજને અપાત્ર વિદ્યાર્થીને પ્રવેશ આપવા બદલ રૂ. એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે કોલેજની ગંભીર બેદરકારી બદલ આ કાર્યવાહી કરી છે અને વિદ્યાર્થીનું શૈક્ષણિક ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે તેની માર્કશીટ એક સપ્તાહમાં જાહેર કરવાનો આદેશ આપ્યો છે. કોલેજ અગાઉ પણ આવી ભૂલ બદલ દંડિત થઈ ચૂકી છે.
મુંબઈની કલ્યાણની કોલેજને હાઈકોર્ટ દ્વારા એક લાખનો દંડ
રેવાડી મર્ડર મિસ્ટ્રી: પત્ની અને પ્રેમીએ મળી કરી પતિની હત્યા, ડિલીટ ચેટથી થયો ખુલાસો
હરિયાણાના રેવાડીમાં એક વિચિત્ર મર્ડર મિસ્ટ્રી સામે આવી છે, જ્યાં યુવકના મોતને પહેલા આત્મહત્યા માનવામાં આવ્યું હતું. પરંતુ, મોબાઈલમાંથી રિકવર થયેલી ડિલીટ ચેટ્સ અને 49 કોલ્સની વિગતોએ આખી કહાનીમાં ચોંકાવનારો વળાંક લાવી દીધો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, 21 વર્ષીય મોનુની હત્યા તેની પત્ની તન્નુ અને તેના કથિત પ્રેમી સોનુ તથા તેના સાથીઓએ મળીને કરી હતી. તેમણે યોજનાબદ્ધ રીતે મોનુને મોતને ઘાટ ઉતારી, તેને નહેરમાં ફેંકી દીધો હતો.
રેવાડી મર્ડર મિસ્ટ્રી: પત્ની અને પ્રેમીએ મળી કરી પતિની હત્યા, ડિલીટ ચેટથી થયો ખુલાસો
ફિજી સ્ટીલ કંપનીના માલિકે વેપારીને મારવા સોપારી આપી, ફાયરિંગનો ભેદ ઉકેલાયો
વડોદરામાં કાપડના વેપારી પર થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે ભેદ ઉકેલી છત્તીસગઢથી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફિજીની દયાલ સ્ટીલ કંપનીના માલિક જય દયાલે વેપારી આશિષ બાકોલીયાને મારવા માટે સોપારી આપી હતી. આશિષ અગાઉ ફિજીમાં કંપનીમાં નોકરી કરતા હતા, જ્યાં માલિક સાથે ઝઘડો થયો હતો. માલિકે વિક્રમપ્રતાપ નામના શખ્સને ભારત મોકલી ફાયરિંગ કરાવ્યું હતું. પોલીસે એક પિસ્તલ અને કારતૂસ કબજે કર્યા છે, તેમજ વધુ તપાસ ચાલુ છે.