ભાજપે તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવાનું કર્યું શરૂ: પૂર્વ IPS મનોજ નિનામાને મળી ટિકિટ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેર કરવાનું શરૂ કર્યું છે. જેમાં સુરેન્દ્રનગર, અરવલ્લી, વાવ-થરાદ જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ IPS મનોજ નીનામા અરવલ્લી જિલ્લાના ઓડ જિલ્લા પંચાયતની ચૂંટણી પરથી ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ IPS ને ભાજપમાં જોડાયા 3 કલાકમાં જ જિલ્લા પંચાયતની ટિકિટ મળી.
ભાજપે તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવાનું કર્યું શરૂ: પૂર્વ IPS મનોજ નિનામાને મળી ટિકિટ
પુંડુચેરી: ચાર જિલ્લાઓમાં વિસ્તરેલો અનોખો કેન્દ્રશાસિત પ્રદેશ.
પુંડુચેરી ભારતનો એક અત્યંત વિશિષ્ટ કેન્દ્રશાસિત પ્રદેશ છે, જે કોઈ એક સળંગ જમીન પર નહીં પરંતુ ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારા પર વિખરાયેલા ચાર અલગ-અલગ જિલ્લાઓનો બનેલો છે. ભારતનો અનોખો કેન્દ્રશાસિત પ્રદેશ પુંડુચેરી પૂર્વ અને પશ્ચિમ કિનારા પર વિખરાયેલા ચાર જિલ્લાઓ-પુંડુચેરી, કરાઈકલ (તમિલનાડુ), યનમ (આંધ્રપ્રદેશ) અને માહે (કેરળ)નો બનેલો છે. આ વિસ્તારો ભૌગોલિક રીતે એકબીજાથી સેંકડો કિલોમીટર દૂર હોવા છતાં અને જમીન માર્ગે જોડાયેલા ન હોવા છતાં, વહીવટી રીતે એક જ એકમ ગણાય છે. આ અનોખી ગોઠવણી તેને ભારતના નકશા પર ભૌગોલિક દ્રષ્ટિએ વિશિષ્ટ બનાવે છે.
પુંડુચેરી: ચાર જિલ્લાઓમાં વિસ્તરેલો અનોખો કેન્દ્રશાસિત પ્રદેશ.
નવનીત બાલધિયા જોડાયા કોંગ્રેસમાં, અમિત ચાવડાએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. માયાભાઈ આહીરના પુત્ર સાથેના વિવાદ બાદ ચર્ચામાં આવેલા કોળી સમાજના યુવા ચહેરા નવનીત બાલધિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમને પક્ષમાં આવકાર્યા હતા. બગદાણાની ઘટના બાદ ન્યાય માટે લડત આપી જાણીતા બનેલા બાલધિયાના પ્રવેશથી કોળી મતો પર મોટી અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે.
નવનીત બાલધિયા જોડાયા કોંગ્રેસમાં, અમિત ચાવડાએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત.
જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?', AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ.
આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી સામે બળવો પોકાર્યો છે. રાજ્યસભાના ઉપનેતા પદ પરથી હટાવવામાં આવ્યા બાદ, તેમણે એક આક્રમક વીડિયો જાહેર કરીને સવાલ કર્યો છે કે શું જનતાના મુદ્દા ઉઠાવવા એ ગુનો છે? પોતાની ખામોશીને હાર ન સમજવાની ચેતવણી આપતા તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ જનતાના અવાજને દબાવવા દેશે નહીં. આ ઘટનાક્રમથી 'AAP'માં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું જણાય છે.
જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?', AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ.
બંગાળ ચૂંટણી પહેલા ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં જોડાયા.
ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ મંગળવારે દિલ્હીમાં ભાજપમાં જોડાયા, તેમને કૃષ્ણનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવામાં આવે તેવી શક્યતા છે. ભાજપના નેતાએ જણાવ્યું કે, "લીએન્ડર પેસ બંગાળમાં પાર્ટી માટે એક સંપત્તિ બનશે. તેમનો જન્મ કલકત્તામાં થયો હતો, તેમણે ત્યાં અભ્યાસ કર્યો હતો અને તેમણે પોતાની ટેનિસ કારકિર્દી પણ ત્યાંથી શરૂ કરી હતી. જો છેલ્લી ઘડીએ કંઈ બદલાયું નહીં, તો તે લગભગ નિશ્ચિત છે કે તેઓ કૃષ્ણનગર ઉત્તરથી ચૂંટણી લડશે."
બંગાળ ચૂંટણી પહેલા ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં જોડાયા.
ટેક કંપની Oracleએ 30,000 કર્મચારીઓનું કર્યું લેઑફ
દુનિયાના છઠ્ઠા સૌથી અમીર ઉદ્યોગપતિ લેરી એલિસનની ટેક કંપની Oracleએ લગભગ 30,000 કર્મચારીઓને છૂટા કર્યા છે. જેમાં ભારતના 12,000 કર્મચારીઓનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આવતા મહિને છટણીનો બીજો રાઉન્ડ પણ શરૂ કરી શકે છે. કર્મચારીઓને સવારે 6 વાગ્યે ઇનબોક્સમાં ટર્મિનેશન લેટર મળ્યા. તેમાં લખ્યું હતું કે આજે તેમનો છેલ્લો કાર્યકારી દિવસ છે. થોડી જ મિનિટોમાં તેમની સિસ્ટમ એક્સેસ બંધ કરી દેવામાં આવી.
ટેક કંપની Oracleએ 30,000 કર્મચારીઓનું કર્યું લેઑફ
પૂર્વ DGP વિકાસ સહાયને મળી નવી જવાબદારી.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં એક મહત્વનો ફેરફાર કરતા નિવૃત્ત IPS અધિકારીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના તાજેતરના અનુસાર, ૧૯૮૯ બેચના નિવૃત્ત IPS અધિકારી અને રાજ્યના પૂર્વ DGP વિકાસ સહાયને 'અમદાવાદ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ઓર્ગેનાઈઝેશન'ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકથી પોલીસ અને ફાયર વિભાગના ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં મોટા સ્તરે રમતગમત મહોત્સવના આયોજનની શક્યતાઓ સેવાઈ રહી છે.
પૂર્વ DGP વિકાસ સહાયને મળી નવી જવાબદારી.
અમદાવાદની Bacancy Systemsએ ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કર્યા.
ગુજરાતની એમ્બેડેડ ઇલેક્ટ્રોનિક્સ કંપની બેકેન્સી સિસ્ટમ્સ દ્વારા સિરીઝ A ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. Sabre Partners અને Greenstone Capitalના નેતૃત્વમાં થયેલા આ રોકાણનો ઉપયોગ ઉત્પાદન ક્ષમતા વધારવા, R&D મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણ માટે થશે. 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ કંપની સ્થાનિક નવીનતા અને ઉત્પાદન ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
અમદાવાદની Bacancy Systemsએ ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કર્યા.
ગુજરાત પોલીસ PSI લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની મહત્વપૂર્ણ જાહેરાત.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર (GPRB/202526/1) ની પેપર-1 અને પેપર-2 ની લેખિત પરીક્ષા 19 એપ્રિલ 2026, રવિવારના રોજ યોજાશે. આ પરીક્ષા માટેના કોલ લેટર 13 એપ્રિલના રોજ બપોરે 2:00 વાગ્યાથી ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોએ સમયમર્યાદામાં પોતાનો કોલ લેટર મેળવી લેવા અને તેમાં આપેલી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા જણાવવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ PSI લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની મહત્વપૂર્ણ જાહેરાત.
હિમાચલ પ્રદેશના CMએ બજેટ દરમિયાન CM, MLA અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની કરી જાહેરાત.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ બજેટ દરમિયાન મુખ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લાના ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની જાહેરાત કરી છે. રાજ્યની ગંભીર આર્થિક સ્થિતિને ધ્યાને રાખી મુખ્યમંત્રીનો 50 ટકા પગાર, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓનો 30 ટકા, ધારાસભ્યોનો, 20 ટકા અને સરકારી અધિકારીઓનો 30 ટકા પગાર કામચલાઉ ધોરણે અટકાવી દેવાયો છે. સરકારે આગામી છ મહિના સુધી પૂરો પગાર આપવા પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત જિલ્લાના ન્યાયાધીશોનો 30 ટકા પગાર અટાકીવ દેવાયો છે.
હિમાચલ પ્રદેશના CMએ બજેટ દરમિયાન CM, MLA અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની કરી જાહેરાત.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર.
તમિલનાડુમાં 23 એપ્રિલે અને બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન તો આસામ, કેરલમ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. બધા રાજ્યોના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં માત્ર બે જ ચરણમાં મતદાન હોવાથી ભારી માત્રામાં ફોર્સ ઉતારવામાં આવશે. ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે. જેના પર 23 એપ્રિલના રોજ પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. 4 મેના રોજ પરિણામ જાહેર થશે. જાહેરાત પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પશ્ચિમ બંગાળના કલકત્તામાં રેલી ગજવીને આવ્યા છે.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર.
શિક્ષણ ક્ષેત્રે બજેટની ફાળવણીમાં દેશમાં ગુજરાત છેક 10માં ક્રમે.
કેન્દ્રીય નીતિ આયોગે દરેક રાજ્યને તેના GSDP ના ૬ ટકા અથવા તેના કુલ બજેટના ૨૦ ટકા રકમ શિક્ષણ માટે દર વર્ષે ફાળવવાની ભલામણ કરી હોવા છતાં ગુજરાતમાં આ માર્ગદર્શક નીતિનો સતત ભંગ થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૬-૨૭ના શિક્ષણ વિભાગ માટે કુલ બજેટના ૧૫ ટકા રકમની જોગવાઈ થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં પણ રાજ્યમાં શિક્ષણ વિભાગનું બજેટ કુલ બજેટના ૧૪-૧૫ ટકા જ રહ્યું છે.