ગાંધીધામમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન: સિટી ટ્રાફિક પોલીસ અને જૈન સેવા સમિતિ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે લોકોને મળી વિવિધ રોગોની સારવાર
Published on: 15th June, 2025
આદીપુર પોલીસ લાઈન ખાતે સિટી ટ્રાફિક પોલીસ પૂર્વ કચ્છ, ગાંધીધામ અને ગાંધીધામ જૈન સેવા સમિતિ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં નાયબ પોલીસ અધિક્ષક એ.વી.રાજગોર ઉપસ્થિત રહ્યા હતા. જૈન સેવા સમિતિના પ્રમુખ પારસમલ નાહટા, ટ્રસ્ટી રોહિતભાઈ શાહ અને સી.ઈ.ઓ. ડૉ.કપિલ વ્યાસ સહિત અનેક તજજ્ઞ ડૉક્ટર્સની ટીમે સેવાઓ આપી હતી. કેમ્પમાં ડૉ. રાજીવ ચંદનાની, ડૉ.કમલેશ થારવાની, ડૉ.અનુરાધાબેન, ડૉ.પલકબેન અને ડૉ.હનીબેન હાજર રહ્યા હતા. આ મેડિકલ કેમ્પમાં બ્લડ પ્રેશર, પેટના રોગો, ડાયાબિટીસ, સ્ત્રી રોગો, દંત રોગો તેમજ અન્ય સામાન્ય બીમારીઓની નિઃશુલ્ક તપાસ અને સારવાર કરવામાં આવી. મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો અને પોલીસ પરિવારના સભ્યોએ આ કેમ્પનો લાભ લીધો હતો. સિટી ટ્રાફિક ગાંધીધામના પોલીસ ઇન્સપેક્ટર વી.આર.પટેલ, પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જે.પ્રજાપતિ તેમજ સિટી ટ્રાફિક શાખાના કર્મચારીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ કેમ્પના સફળ આયોજનમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.