ભાજપે તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવાનું કર્યું શરૂ: પૂર્વ IPS મનોજ નિનામાને મળી ટિકિટ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેર કરવાનું શરૂ કર્યું છે. જેમાં સુરેન્દ્રનગર, અરવલ્લી, વાવ-થરાદ જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ IPS મનોજ નીનામા અરવલ્લી જિલ્લાના ઓડ જિલ્લા પંચાયતની ચૂંટણી પરથી ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ IPS ને ભાજપમાં જોડાયા 3 કલાકમાં જ જિલ્લા પંચાયતની ટિકિટ મળી.
ભાજપે તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવાનું કર્યું શરૂ: પૂર્વ IPS મનોજ નિનામાને મળી ટિકિટ
ભારતીય રોકાણકારો US શેરબજારમાં રોકાણ કેવી રીતે કરી શકે?
ભારતીયો INDmoney, Vested, Groww અથવા HDFC Securities જેવા પ્લેટફોર્મ દ્વારા સીધું યુએસ સ્ટોક્સમાં રોકાણ કરી શકે છે. બ્રોકરેજ ઓછું હોય છે. જોકે, રોકાણ પર ડિવિડન્ડ અને કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થાય છે. નવા નિયમો મુજબ LRS (Liberalised Remittance Scheme) હેઠળ ₹7 લાખથી વધુના રેમિટન્સ પર 20% TCS (Tax Collected at Source) લાગુ પડે છે. આ ઉપરાંત, વિદેશી એસેટ્સ પર LTCG (Long-Term Capital Gains) ટેક્સ હવે ઘટાડીને 12.5% કરવામાં આવ્યો છે, જે રોકાણકારો માટે ફાયદાકારક છે.
ભારતીય રોકાણકારો US શેરબજારમાં રોકાણ કેવી રીતે કરી શકે?
નવનીત બાલધિયા જોડાયા કોંગ્રેસમાં, અમિત ચાવડાએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. માયાભાઈ આહીરના પુત્ર સાથેના વિવાદ બાદ ચર્ચામાં આવેલા કોળી સમાજના યુવા ચહેરા નવનીત બાલધિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમને પક્ષમાં આવકાર્યા હતા. બગદાણાની ઘટના બાદ ન્યાય માટે લડત આપી જાણીતા બનેલા બાલધિયાના પ્રવેશથી કોળી મતો પર મોટી અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે.
નવનીત બાલધિયા જોડાયા કોંગ્રેસમાં, અમિત ચાવડાએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત.
ICGS શૌર્ય પોરબંદર ખાતે તૈનાત.
ભારતીય કોસ્ટ ગાર્ડનું અત્યાધુનિક જહાજ 'ICGS શૌર્ય' ૨ એપ્રિલ, ૨૦૨૬થી કાયમી ધોરણે પોરબંદર ખાતે તૈનાત કરવામાં આવ્યું છે. અગાઉ ચેન્નાઈમાં કાર્યરત આ 'સમર્થ ક્લાસ' ઓફશોર પેટ્રોલ વેસલ (OPV) સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત છે. ૧૦૫ મીટર લાંબું અને ૨૩૦૦ ટન વજન ધરાવતું આ જહાજ ૨૩ નોટિકલ માઈલની ઝડપે સતત ૨૦ દિવસ સુધી દરિયામાં રહી શકે છે. તેની તૈનાતીથી અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદની સુરક્ષા અને ગુજરાતના માછીમારોની સલામતી વધુ મજબૂત બનશે.
ICGS શૌર્ય પોરબંદર ખાતે તૈનાત.
પૂર્વ DGP વિકાસ સહાયને મળી નવી જવાબદારી.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં એક મહત્વનો ફેરફાર કરતા નિવૃત્ત IPS અધિકારીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના તાજેતરના અનુસાર, ૧૯૮૯ બેચના નિવૃત્ત IPS અધિકારી અને રાજ્યના પૂર્વ DGP વિકાસ સહાયને 'અમદાવાદ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ઓર્ગેનાઈઝેશન'ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકથી પોલીસ અને ફાયર વિભાગના ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં મોટા સ્તરે રમતગમત મહોત્સવના આયોજનની શક્યતાઓ સેવાઈ રહી છે.
પૂર્વ DGP વિકાસ સહાયને મળી નવી જવાબદારી.
અમદાવાદની Bacancy Systemsએ ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કર્યા.
ગુજરાતની એમ્બેડેડ ઇલેક્ટ્રોનિક્સ કંપની બેકેન્સી સિસ્ટમ્સ દ્વારા સિરીઝ A ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. Sabre Partners અને Greenstone Capitalના નેતૃત્વમાં થયેલા આ રોકાણનો ઉપયોગ ઉત્પાદન ક્ષમતા વધારવા, R&D મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણ માટે થશે. 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ કંપની સ્થાનિક નવીનતા અને ઉત્પાદન ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
અમદાવાદની Bacancy Systemsએ ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કર્યા.
ગુજરાત પોલીસ PSI લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની મહત્વપૂર્ણ જાહેરાત.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI કેડર (GPRB/202526/1) ની પેપર-1 અને પેપર-2 ની લેખિત પરીક્ષા 19 એપ્રિલ 2026, રવિવારના રોજ યોજાશે. આ પરીક્ષા માટેના કોલ લેટર 13 એપ્રિલના રોજ બપોરે 2:00 વાગ્યાથી ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોએ સમયમર્યાદામાં પોતાનો કોલ લેટર મેળવી લેવા અને તેમાં આપેલી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા જણાવવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ PSI લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની મહત્વપૂર્ણ જાહેરાત.
PSI માંથી PI પ્રમોશન સાથે બદલીના ઓર્ડર.
ગુજરાત રાજ્યમાં PSI માંથી PI પ્રમોશન સાથે બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. નવા બનેલા વાવ-થરાદ જિલ્લાને PSI માંથી પ્રમોશન થઈને આવેલા નવા 8 PI મળ્યા. જેમાં હરિભાઈ પટેલ, આશિષભાઈ રબારી, રોહનભાઈ બાર, હરેશભાઈ જોષી, મહેશભાઈ રાઠોડ, હાર્દિકભાઈ મકવાણા, ચિરાગભાઈ દેસાઈ અને રીનાબેન ચૌધરીનો સમાવેશ થઇ છે.
PSI માંથી PI પ્રમોશન સાથે બદલીના ઓર્ડર.
પાટણના ઝીલિયાકાંડ બાદ PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
પાટણના ઝીલીયાકાંડમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા હતા. તેમાં PI સોલંકી, ASI, હેડ કોન્સ્ટેબલ તથા, 5 GRD જવાનો પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે પાટણ DYSP પરેશ રેણુકાએ સ્વીકાર્યું હતું કે ચાણસ્મા પોલીસને હુમલો થવાની અગાઉથી માહિતી હતી. સ્થળ પર ‘112 જન સુરક્ષા’ અને પોલીસની ગાડી હાજર હતી, પરંતુ શસ્ત્રધારી શખ્સોને જોઈ પૂરતો સ્ટાફ ન હોવાનું કહી પોલીસ ત્યાંથી નીકળી ગઈ હતી.જ્યારે પોલીસ વધારાનો કાફલો લઈને પરત ફરી ત્યારે તમામ હુમલાખોરો આરામથી નાસી છૂટ્યા હતા.
પાટણના ઝીલિયાકાંડ બાદ PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
રાષ્ટ્રપતિ સંત પ્રેમાનંદને મળ્યા, હાથ જોડીને પ્રણામ કર્યા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મથુરામાં સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી. તેમણે 25 મિનિટ સુધી આધ્યાત્મિક ચર્ચા કરી. રાષ્ટ્રપતિ શુક્રવારે સવારે 7 વાગ્યે વરસાદ વચ્ચે પરિવાર સાથે પ્રેમાનંદજીના વૃંદાવન આશ્રમ પહોંચ્યા. રાષ્ટ્રપતિએ સંતને હાથ જોડીને પ્રણામ કર્યા હતા. પ્રેમાનંદજીએ રાધે-રાધે કહીને તેમનું અભિવાદન સ્વીકાર્યું. આશ્રમમાં સંતોએ રાષ્ટ્રપતિને માળા-ચૂંદડી ઓઢાડીને સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ પ્રેમાનંદજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. પ્રેમાનંદજીનો ગુરુવારે એટલે કે 19 માર્ચે 56મો જન્મદિવસ હતો.
રાષ્ટ્રપતિ સંત પ્રેમાનંદને મળ્યા, હાથ જોડીને પ્રણામ કર્યા.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર.
તમિલનાડુમાં 23 એપ્રિલે અને બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન તો આસામ, કેરલમ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. બધા રાજ્યોના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં માત્ર બે જ ચરણમાં મતદાન હોવાથી ભારી માત્રામાં ફોર્સ ઉતારવામાં આવશે. ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે. જેના પર 23 એપ્રિલના રોજ પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. 4 મેના રોજ પરિણામ જાહેર થશે. જાહેરાત પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પશ્ચિમ બંગાળના કલકત્તામાં રેલી ગજવીને આવ્યા છે.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર.
શિક્ષણ ક્ષેત્રે બજેટની ફાળવણીમાં દેશમાં ગુજરાત છેક 10માં ક્રમે.
કેન્દ્રીય નીતિ આયોગે દરેક રાજ્યને તેના GSDP ના ૬ ટકા અથવા તેના કુલ બજેટના ૨૦ ટકા રકમ શિક્ષણ માટે દર વર્ષે ફાળવવાની ભલામણ કરી હોવા છતાં ગુજરાતમાં આ માર્ગદર્શક નીતિનો સતત ભંગ થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૬-૨૭ના શિક્ષણ વિભાગ માટે કુલ બજેટના ૧૫ ટકા રકમની જોગવાઈ થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં પણ રાજ્યમાં શિક્ષણ વિભાગનું બજેટ કુલ બજેટના ૧૪-૧૫ ટકા જ રહ્યું છે.
શિક્ષણ ક્ષેત્રે બજેટની ફાળવણીમાં દેશમાં ગુજરાત છેક 10માં ક્રમે.
રાજસ્થાનના યાત્રા સંઘ પાસેથી ASIએ કર્યો 20 હજારનો તોડ.
રાજકોટના ASI એ રાજસ્થાનના યાત્રા સંઘ પાસેથી 20 હજારનો તોડ કર્યો. આ યાત્રા કરવા જઈ રહેલા લોકો સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલું સાહેબના વતનના હતા. ત્યારબાદ સંઘમાંથી કોઈકે SP પ્રેમસુખ ડેલું સાહેબને જાણ કરી હતી. પછી SP સાહેબે સમગ્ર મામલે DCP જગદીશ બાંગરવાએ જાણ કરી ત્યારબાદ કાર્યવાહી થઈ.