ભારે વરસાદના કારણે ટ્રેન અને ફ્લાઈટ્સ સેવા ખોરવાઈ
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થયેલ ભારે વરસાદને કારણે રેલ અને હવાઈ સેવા પર તેની વ્યાપક અસર પડી છે. મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર પાણી ભરાતા મુંબઈ-અમદાવાદ રેલ વ્યવહાર ખોરવાયો છે. વાપી-મુંબઈ વચ્ચે છેલ્લા બે કલાકથી ટ્રેનો અટવાઈ છે, જેના કારણે અનેક મુસાફરો અટવાયા છે. મુંબઈ એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે 13 ફ્લાઈટ્સને સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ છે. કેટલીક ફ્લાઈટ્સ રદ અને અન્ય મોડી પડી છે, જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદના કારણે ટ્રેન અને ફ્લાઈટ્સ સેવા ખોરવાઈ
Zydus અને Apollo Hospitals ની કેન્સર પ્રારંભિક નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
અમદાવાદ સ્થિત Zydus Lifesciences અને Apollo Hospitals એ Shield Multi-Cancer Detection (MCD) નામનો એક બ્લડ ટેસ્ટ ભારતમાં રજૂ કર્યો છે. આ ટેકનોલોજી Guardant Health દ્વારા વિકસાવવામાં આવી છે, જે એક જ બ્લડ સેમ્પલથી 10 સામાન્ય કેન્સરના સંકેતો શોધી શકે છે. આ MCED ટેકનોલોજી 45 વર્ષથી વધુ ઉંમરના, સરેરાશ જોખમ ધરાવતા લોકો માટે છે. તે DNA મેથિલેશન પેટર્નનું વિશ્લેષણ કરીને કેન્સર કોષો દ્વારા છોડવામાં આવતા DNA ના ટુકડાઓ શોધે છે. આ નવી ટેકનોલોજી કેન્સર સ્ક્રીનિંગમાં ક્રાંતિ લાવી શકે છે, જોકે તે પરંપરાગત સ્ક્રીનિંગનો વિકલ્પ નથી.
Zydus અને Apollo Hospitals ની કેન્સર પ્રારંભિક નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 172 તાલુકામાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને નદી-જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 12.64 ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 12.36 ઈંચ અને કેશોદમાં 10.94 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 10 તાલુકાઓમાં 5 થી 12.64 ઈંચ, જ્યારે 36 તાલુકાઓમાં દોઢથી પાંચ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. વલસાડમાં પણ મુશળધાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 172 તાલુકામાં ધોધમાર વરસાદ
અમદાવાદમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા કવાયત!
અમદાવાદમાં રખડતા ઢોરના વધતા ત્રાસ અને અકસ્માતોને રોકવા શહેર પોલીસે કડક પગલાં લીધાં છે. પોલીસ કમિશનરે રામોલ, વસ્ત્રાલ અને હાથીજણ સહિતના વિસ્તારોને 'નો-કેટલ ઝોન' જાહેર કર્યા છે, જ્યાં ઢોર રખડતાં મૂકવા પર પ્રતિબંધ રહેશે. નિયમ ભંગ કરનાર પશુપાલકો સામે પોલીસ કાર્યવાહી થશે. આગામી 60 દિવસમાં તમામ પશુઓનું રજિસ્ટ્રેશન તથા RFID ટેગ ફરજિયાત બનાવાયું છે. જાહેર રસ્તાઓ પર ઘાસચારાનું વેચાણ અને પશુઓને ઘાસ નાખવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અમદાવાદમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા કવાયત!
હળવદમાં નશામાં ધૂત બુલેટચાલકે 4 વિદ્યાર્થિનીઓને કચડી, 11 વર્ષીય રોશનીનું મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામ નજીક શાળાએથી ઘરે પરત ફરી રહેલી ચાર માસૂમ વિદ્યાર્થિનીઓને એક બેફામ ગતિએ આવતા બુલેટચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ હૃદયદ્રાવક અકસ્માતમાં ૧૧ વર્ષીય રોશની ઠાકોરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અંકિતા, રીના અને જાનવી નામની અન્ય ત્રણ બાળકીઓ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીડિત પરિવારનો આરોપ છે કે બુલેટચાલક દારૂના નશામાં ધૂત હતો. આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને પરિવારે આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હળવદમાં નશામાં ધૂત બુલેટચાલકે 4 વિદ્યાર્થિનીઓને કચડી, 11 વર્ષીય રોશનીનું મોત
ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી: અનેક વિસ્તારોને અસર
ગુજરાતમાં ચોમાસુ સક્રિય થતાં હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક પલટો આવવાની આગાહી કરી છે. આજે સાંજ સુધીમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવા વરસાદની સંભાવના છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને સ્થાનિક વાતાવરણીય દબાણને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી: અનેક વિસ્તારોને અસર
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘમહેરની આગાહી.
ઉત્તર રાજસ્થાન પર સર્જાયેલા મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસુ ટ્રફની સક્રિય અસરના કારણે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૫ જૂનથી શરૂ થતા આ અઠવાડિયા દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આ મોસમી સિસ્ટમ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી ચોમાસાને વેગ આપશે, જે ગરમીથી પરેશાન નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે તેમજ ચોમાસુ વાવેતર કરતા ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક નીવડશે.
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘમહેરની આગાહી.
બનાસકાંઠામાં મગફળી બિયારણ મુદ્દે કિસાન સંઘ મેદાને
બનાસકાંઠા જિલ્લામાં સરકારી યોજના હેઠળ મગફળીના બિયારણની ફ્રી કીટ વિતરણમાં ભેદભાવનો આક્ષેપ કરી ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. માત્ર દાંતા, અમીરગઢ અને ધાનેરા તાલુકાના ખેડૂતોને જ લાભ આપવાના નિર્ણય સામે અન્ય તાલુકાના ખેડૂતોમાં આક્રોશ છે. ઓનલાઈન નોંધણી બાદ પણ લાભથી વંચિત રખાયેલા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તમામ તાલુકાઓને સમાવવા માંગ કરી છે, નહીંતર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠામાં મગફળી બિયારણ મુદ્દે કિસાન સંઘ મેદાને
જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી: 10 વર્ષની વિદ્યાર્થિનીનું બીમારી છુપાવતા મોત
રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલી 'આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ એન્ડ ટ્રેનિંગ સેન્ટર' હોસ્ટેલમાં 10 વર્ષની વિદ્યાર્થિની આયુષીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. છેલ્લા 15 દિવસથી માસૂમ બાળકી અછબડા અને તાવથી પીડાતી હોવા છતાં, હોસ્ટેલ પ્રશાસને તેના માતા-પિતાને અંધારામાં રાખ્યા હતા. વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ, પરંતુ તે પૂર્વે જ મૃત જાહેર કરાઈ. પરિવારે હોસ્ટેલ તંત્રની ઘોર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરી ન્યાયની માંગ કરી છે.
જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી: 10 વર્ષની વિદ્યાર્થિનીનું બીમારી છુપાવતા મોત
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ કરાવ્યો
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ અભિયાન હેઠળ ૩૯૦ બાળકોનું નામાંકન થયું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના જીવનનું ઉદાહરણ આપી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, આ અભિયાનથી ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે અને નામાંકન દર વધ્યો છે. ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ દીકરીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થયું અને વૃક્ષારોપણ કરાયું.
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ કરાવ્યો
Tata એ રજૂ કર્યું નવું મલ્ટી-સેક્ટર પેસિવ ફંડ ઓફ ફંડ્સ!
Tata એસેટ મેનેજમેન્ટે એક નવું ફંડ ઓફરિંગ (NFO), Tata Multi-Sector Passive FoF લોન્ચ કર્યું છે. આ ફંડ રોકાણકારોને એક જ જગ્યાએ અનેક સેક્ટર્સમાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે. તે ઓપન-એન્ડેડ સ્કીમ છે, જે રોકાણકારોને લવચીકતા પ્રદાન કરે છે. આ ફંડ સીધા શેરોમાં રોકાણ કરવાને બદલે વિવિધ ક્ષેત્ર-કેન્દ્રિત ઇન્ડેક્સ ફંડ્સ અને ETF માં રોકાણ કરશે. ઓછી કિંમત અને ડાયનેમિક એપ્રોચ તેના મુખ્ય ફાયદા છે, જે રોકાણકારોને બજારના વલણોના આધારે લાભ મેળવવામાં મદદ કરશે.
Tata એ રજૂ કર્યું નવું મલ્ટી-સેક્ટર પેસિવ ફંડ ઓફ ફંડ્સ!
ક્યારે લોન્ચ થશે રિલાયન્સ Jioનો ₹40,000 કરોડનો lPO?
દેશના 52 કરોડથી વધુ લોકો જેના સબસ્ક્રાઇબર છે, તેવી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ Jio તેનો ₹40,000 કરોડનો મેગા IPO માર્કેટમાં લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે કંપનીએ માર્કેટ રેગ્યુલેટર SEBI સમક્ષ પોતાના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) પણ જમા કરાવી દીધા છે. કંપનીએ 19 જૂને જ સેબીમાં પોતાની અરજી કરી દીધી છે, પણ હજુ શેરબજારમાં તેના લોન્ચિંગની સત્તાવાર તારીખ જાહેર થઈ નથી. શેરબજારના નિષ્ણાતોનું માનવું છે કે આ IPO ઓગસ્ટ 2026 ના છેલ્લા અઠવાડિયામાં અથવા તો આગામી તહેવારોની સિઝનમાં માર્કેટમાં દસ્તક આપી શકે છે.
ક્યારે લોન્ચ થશે રિલાયન્સ Jioનો ₹40,000 કરોડનો lPO?
ગુજરાતના 10 જિલ્લામાં આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલા જ હવામાન વિભાગે (IMD) અમદાવાદ કેન્દ્ર દ્વારા 'નાવકાસ્ટ' (Nowcast) બુલેટિન જાહેર કર્યું છે. આગામી 3 કલાકમાં, એટલે કે સાંજે 7 વાગ્યા સુધીમાં, રાજ્યના 10 જિલ્લાઓ અને કેટલાક સંઘ પ્રદેશોમાં ગાજવીજ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ અસર જોવા મળશે. સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. ટ્રાફિક અને કૃષિ કામગીરી પર સામાન્ય અસર થઈ શકે છે.
ગુજરાતના 10 જિલ્લામાં આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
માણસામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે 5000 લોકોએ કર્યો યોગાભ્યાસ
12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી 'યોગા ફોર હેલ્ધી એજિંગ' થીમ પર ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ. આ કાર્યક્રમમાં 5000થી વધુ નાગરિકો, ધારાસભ્ય જે.એસ. પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ લોકોને યોગને જીવનનો અભિન્ન અંગ બનાવવા અનુરોધ કર્યો. નાયબ મુખ્યમંત્રીએ PM મોદીની વિદેશ મુલાકાત અને યોગની વૈશ્વિક પહોંચનો ઉલ્લેખ કર્યો. ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
માણસામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે 5000 લોકોએ કર્યો યોગાભ્યાસ
રિદ્ધિ રાજપરાના લગ્નથી પાટીદાર સમાજમાં રોષ: બે કલાકારોના બહિષ્કારનું આહ્વાન
સુરતમાં લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમલગ્ન કરતાં પાટીદાર સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 20 મેના રોજ ઘરેથી ભાગીને લગ્ન કરનાર રિદ્ધિ અને જયેશને સમાજના અગ્રણીઓએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પાછા ફર્યા ન હતા. આ ઘટના બાદ, સમાજ અગ્રણીઓએ આ બંને કલાકારોનો સામાજિક તેમજ વ્યાવસાયિક બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું છે. પાટીદાર સમાજની ઉભરતી દીકરીઓને 'સોફ્ટ ટાર્ગેટ' બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની ચિંતા વ્યક્ત કરાઈ છે.
રિદ્ધિ રાજપરાના લગ્નથી પાટીદાર સમાજમાં રોષ: બે કલાકારોના બહિષ્કારનું આહ્વાન
NEET UG 2026 પરીક્ષા: ગુજરાત પોલીસ દ્વારા સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરાઈ
આવતીકાલે NEET UG 2026 પરીક્ષા દેશભરમાં યોજાશે, જેમાં ગુજરાત પોલીસ દ્વારા સુરક્ષિત અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. પેપર સેન્ટર સુધી પહોંચાડવા, પરીક્ષા બાદ આન્સર શીટ પાછી લાવવા, અને કોઈપણ ગેરરીતિ અટકાવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાય તે માટે સાયબર સેલ દ્વારા સતત મોનિટરિંગ કરાશે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
NEET UG 2026 પરીક્ષા: ગુજરાત પોલીસ દ્વારા સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરાઈ
ચોમાસું ખેંચાતા ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે મળશે 10 કલાક વીજળી
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ચોમાસાનો વરસાદ ખેંચાતા અને સિંચાઈની જરૂરિયાત વધતા ઊર્જા વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ખેડૂતોને ખેતી અને સિંચાઈ માટે અગાઉ મળતી 8 કલાક વીજળીના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે. ઊર્જા વિભાગે રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીઓને આ અંગે તાત્કાલિક અમલ કરવા આદેશ આપ્યા છે. નવા નિર્ણય મુજબ એગ્રીકલ્ચર ફીડર પરથી ખેડૂતોને દરરોજ 10 કલાક વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી પાકને જરૂરી સિંચાઈ મળી રહે.
ચોમાસું ખેંચાતા ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે મળશે 10 કલાક વીજળી
ચાંદી ₹22000 સસ્તી, સોનામાં પણ મોટો ઘટાડો
સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બંને કિંમતી ધાતુઓમાં બે દિવસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે MCX પર ટ્રેડિંગ શરૂ થતાં જ ચાંદીના વાયદાના ભાવમાં મોટો ઘટાડો થયો, જે માત્ર બે દિવસમાં ₹22,000 સસ્તી થઈ ગઈ. 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ ₹1.46 લાખ પર આવી ગયો. ચાંદીના ભાવ બે દિવસમાં ₹22,246 ઘટ્યા છે, જ્યારે સોનાનો ભાવ ₹3,057 ઘટ્યો છે.
ચાંદી ₹22000 સસ્તી, સોનામાં પણ મોટો ઘટાડો
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી ₹8,899 સસ્તી, જાણો સોનાની નવી કિંમત
વૈશ્વિક બજારમાં નબળાઈ અને યુએસ ફેડરલ રિઝર્વના કડક વલણને કારણે ભારતમાં સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. MCX પર સોના ₹5,350 અને ચાંદી ₹8,899 સસ્તી થઈ છે. શુક્રવારે MCX પર સોનાનો ભાવ 2.06% ઘટી ₹1,46,240 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 3.73% ઘટી ₹2,28,721 પ્રતિ કિલોગ્રામ થઈ. યુએસ ડોલરની મજબૂતી અને વ્યાજ દરો વધવાની શક્યતાને કારણે આ ઘટાડો થયો છે.
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી ₹8,899 સસ્તી, જાણો સોનાની નવી કિંમત
રિલાયન્સ AGM 2026: Jio IPO માટે મંજૂરી, AI અને નવા યુગની ટેકનોલોજી પર ભાર
રિલાયન્સ AGM 2026માં, મુકેશ અંબાણીએ Jio IPOને બોર્ડની મંજૂરીની જાહેરાત કરી, જે હવે SEBI સમક્ષ DRHP દાખલ કરશે. રિલાયન્સ AI માં વૈશ્વિક નેતા બનવાની દિશામાં 'રિલાયન્સ ઈન્ટેલિજન્સ' લોન્ચ કરીને તમામ નાગરિકોને સસ્તા AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની યોજના ધરાવે છે. Jio તેના 524 મિલિયન ગ્રાહકો માટે વોઇસ-એક્ટિવેટેડ Jio AI એજન્ટ પણ રજૂ કરશે. કંપની બેટરી ગીગા ફેક્ટરીનું કામ પણ ઝડપી બનાવી રહી છે, જે તેને વિશ્વના સૌથી મોટા બેટરી ઉત્પાદકોમાં સ્થાન અપાવી શકે છે.
રિલાયન્સ AGM 2026: Jio IPO માટે મંજૂરી, AI અને નવા યુગની ટેકનોલોજી પર ભાર
Reliance AGM 2026: મુકેશ અંબાણીની AGM, Jio અને રિટેલ IPO પર સૌની નજર રહેશે
Reliance AGM 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આજે તેની 49મી વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજી રહી છે. આ બેઠક રોકાણકારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જ્યાં કંપની આગામી દાયકા માટે વ્યૂહાત્મક રોડમેપ રજૂ કરશે. મુખ્ય આકર્ષણ Jio પ્લેટફોર્મ્સના IPOની જાહેરાત છે, જે 2026 ના પહેલા ભાગમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવાની અપેક્ષા છે. ચેરમેન મુકેશ અંબાણી IPO ની ચોક્કસ તારીખ અને કિંમત વ્યૂહરચના જાહેર કરશે. આ ઉપરાંત, રિલાયન્સ રિટેલના સ્વતંત્ર લિસ્ટિંગ અને ગ્રીન એનર્જી ક્ષેત્રે ભવિષ્યના લક્ષ્યો પર પણ ચર્ચા થશે.
Reliance AGM 2026: મુકેશ અંબાણીની AGM, Jio અને રિટેલ IPO પર સૌની નજર રહેશે
શેરબજારમાં ભારે ઘટાડો: સેંસેક્સ 557 પોઇન્ટ અને નિફ્ટી 176 પોઇન્ટ તૂટ્યા
ભારતીય શેરબજારમાં આજે ઘટાડો જોવા મળ્યો, જેમાં BSE સેન્સેક્સ 557 પોઇન્ટ ઘટીને 76,852 પર અને NSE નિફ્ટી 50 176 પોઇન્ટ ઘટીને 23,991 પર ખુલ્યો. પાંચ દિવસની તેજી બાદ આ ઘટાડો IT શેરો પર ખાસ કરીને દબાણ લાવ્યો છે. ગ્લોબલ કન્સલ્ટિંગ ફર્મ એક્સેન્ચરે FY26 વિકાસ દરનો અંદાજ ઘટાડતાં ભારતીય IT ઇન્ડેક્સ પર અસર પડી, જેના કારણે Wipro, Infosys અને TCS જેવા શેરો ઘટ્યા. જોકે, એશિયન બજારો મિશ્ર રહ્યા, જેમાં જાપાન અને દક્ષિણ કોરિયાના બજારોમાં સુધારો જોવા મળ્યો.
શેરબજારમાં ભારે ઘટાડો: સેંસેક્સ 557 પોઇન્ટ અને નિફ્ટી 176 પોઇન્ટ તૂટ્યા
અમદાવાદમાં ધોધમાર વરસાદ: અનેક વિસ્તારોમાં પવન સાથે ઝાપટાં
અમદાવાદ શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મોડી સાંજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના ઘણા વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદથી ગરમી અને બફારામાંથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદ: અનેક વિસ્તારોમાં પવન સાથે ઝાપટાં
રાજકોટમાં અસહ્ય ગરમી બાદ વરસાદી માહોલ.
રાજકોટ શહેરમાં અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદી ઝાપટું પડ્યું છે. બપોર બાદ અચાનક શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના અનેક વિસ્તારો, રેસકોર્ષ, ગોંડલ, જસદણ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ખેડૂતોમાં ખુશીની લહેર છે અને વાવણીની તૈયારીઓને વેગ મળ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
રાજકોટમાં અસહ્ય ગરમી બાદ વરસાદી માહોલ.
Jio નો સદીનો સૌથી મોટો IPO આવી રહ્યો છે.
ભારતીય શેરબજારમાં ટૂંક સમયમાં જ એક મોટો ધમાકો જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની Jio આગામી થોડા દિવસોમાં પોતાના IPO માટે દસ્તાવેજો સબમિટ કરી શકે છે. જો આવું થશે, તો આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો IPO બની શકે છે. રોકાણકારોથી લઈને માર્કેટ એક્સપર્ટ્સ સુધી, તમામની નજર આ મેગા લિસ્ટિંગ પર ટકેલી છે. Jio માત્ર એક ટેલિકોમ કંપની નથી, પણ ડિજિટલ સર્વિસીસ, બ્રોડબેન્ડ, એન્ટરટેઈનમેન્ટ અને અનેક ટેકનોલોજી બિઝનેસમાં પણ તેની મજબૂત હાજરી છે.
Jio નો સદીનો સૌથી મોટો IPO આવી રહ્યો છે.
ભાવનગર મેડિકલ કૉલેજમાં 13 જુનિયરો પર 6 સિનિયરો દ્વારા 'તાલિબાની સજા'.
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગના 13 જુનિયર રેસિડન્ટ તબીબોને છેલ્લા પાંચ મહિનાથી 6 સિનિયર તબીબો દ્વારા 'તાલિબાની સજા' આપવામાં આવી રહી હોવાનો ગંભીર રેગિંગ કાંડ પ્રકાશમાં આવ્યો છે. પીડિતોએ ઓનલાઈન ફરિયાદ નોંધાવ્યા બાદ એન્ટી રેગિંગ સ્કવોર્ડ તપાસ કરી રહી છે. આરોપી સિનિયરો દર મહિને અઢી લાખ રૂપિયા પડાવતા, દારૂ મંગાવતા અને જુનિયરોને હોસ્પિટલની બહાર નીકળવા દેતા નહોતા. તેમને જમવા કે સૂવાનો સમય પણ મળતો નહોતો અને 15 દિવસ સુધી ન્હાવા પણ દીધું નહોતું. કૂકડા બનાવવા, એક પગે ઊભા રાખવા અને રેડિયેશનથી બચવા જરૂરી લેડ એપ્રન ન પહેરવા દઈ તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા.
ભાવનગર મેડિકલ કૉલેજમાં 13 જુનિયરો પર 6 સિનિયરો દ્વારા 'તાલિબાની સજા'.
અચાનક 9000 રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, સોનામાં પણ ઘટાડો.
યુએસ ફેડરલ રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરો સ્થિર રાખવા અને ફુગાવાના કારણે આગામી સમયમાં દરો વધારવાના સંકેત આપતા સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. મલ્ટી-કોમોડિટી બજાર (MCX) માં ચાંદીના ભાવ ₹૮,૮૦૦ થી વધુ ઘટીને ₹૨.૪૨ લાખ પ્રતિ કિલોથી નીચે પહોંચ્યા છે, જ્યારે સોનું ₹૩,૨૦૦ ઘટીને ટ્રેડ થઈ રહ્યું છે. બુલિયન બજારમાં ૨૪ કેરેટ સોનું ₹૧.૪૯ લાખ અને ૨૨ કેરેટ ₹૧.૩૬ લાખ પ્રતિ ૧૦ ગ્રામ થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું અને ચાંદી અનુક્રમે ૧.૨૮% અને ૨.૫૩% ગગડ્યા છે, જેનાથી રોકાણકારો પ્રભાવિત થયા છે.
અચાનક 9000 રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, સોનામાં પણ ઘટાડો.
અમેરિકા-ઈરાન ડીલ પછી પણ શેરબજારમાં મંદી.
ગુરુવારે, અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી મહત્વપૂર્ણ સમજૂતી છતાં શેરબજારમાં ધાર્યા મુજબ તેજી આવી નથી. કાચા તેલના ભાવ ઘટવાથી ભારત જેવા દેશોને ફાયદો થવાનો હતો, પરંતુ વૈશ્વિક બજારોમાંથી મળતા દબાણને કારણે આ સકારાત્મક અસર દેખાઈ નથી. ફેડરલ રિઝર્વ દ્વારા ભવિષ્યમાં વ્યાજદર વધારવાના સંકેતોએ રોકાણકારોમાં ચિંતા વધારી છે. IT સેક્ટર પર સૌથી વધુ દબાણ જોવા મળ્યું, જ્યારે મિડકૅપ અને સ્મોલકૅપ શેરોમાં ખરીદી યથાવત રહી.
અમેરિકા-ઈરાન ડીલ પછી પણ શેરબજારમાં મંદી.
ગુજરાતમાં 23 જૂન બાદ ચોમાસું જામશે.
ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23 જૂન બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય બનશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાશે. 20 જૂન સુધી હળવોથી મધ્યમ વરસાદ અને 23થી 26 જૂન દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાવણીલાયક વરસાદની શક્યતા છે. 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની આશા છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. અલનીનોની અસર છતાં, આ વર્ષે ચોમાસું સામાન્યથી સારું રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં 23 જૂન બાદ ચોમાસું જામશે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાના બદલાયા સૂર.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ચીકદા ગામે યોજાયેલી જનકલ્યાણ શિબિર દરમિયાન AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં ભાજપ સરકારની વિવિધ યોજનાઓના વખાણ કર્યા. સામાન્ય રીતે સરકાર પર આકરા પ્રહારો કરતા ચૈતર વસાવાએ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકારી યોજનાઓને અનિવાર્ય ગણાવી લોકોને તેનો મહત્તમ લાભ લેવા અપીલ કરી. વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વિપક્ષી ધારાસભ્ય દ્વારા શાસક પક્ષની યોજનાઓના મંચ પરથી કરાયેલા આ વખાણ પાછળ કોઈ નવું રાજકીય સમીકરણ આકાર લઈ રહ્યું છે કે કેમ, તે અંગે પંથકમાં ભારે ચર્ચા જાગી છે.