SBIએ કરી મોટી જાહેરાત, લોન ચાલું હોય કે લેવાનું વિચારતા હોય તો ખાસ જાણી લેજો
Published on: 14th June, 2025
ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ હોમ લોનના વ્યાજ દરમાં 0.50%ના ધટાડાની જાહેરાત કરી છે. SBIએ પોતાના ધિરાણ લોન દરોમાં કરેલા આ ફેરફારો 15 જૂન, 2025થી લાગુ પડશે. આ ઘટાડો ખરીદદારો માટે હોમ લોન વધુ સસ્તી બનાવશે અને રોકાણ માટે યોગ્ય સમય ગણાય રહ્યો છે. આ પગલું બજારમાં હાઉસિંગ લોન માટે સ્પર્ધા વધારશે અને બજારની ટીમિંગ માટે સકારાત્મક રહેશે.