અભિનેત્રી શેફાલી જરીવાલા સાથે છેલ્લી ઘડીએ શું થયું? નજીકની મિત્રએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Published on: 01st July, 2025
અભિનેત્રી શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે અચાનક નિધન થયું હતું, જેમાં કાર્ડિયાક અરેસ્ટ કારણ હોવાનું માનવામાં આવે છે. તેની મિત્ર પૂજા ઘાઈએ ખુલાસો કર્યો કે મૃત્યુની રાત્રે શેફાલીએ નિયમિત રીતે ભોજન કર્યું અને પતિ પરાગને ડોગ વૉક પર મોકલ્યો. તે દરમિયાન તબિયત લથડી ગઈ અને હોસ્પિટલ લઈ જતી વખતે તેનું અવસાન થયું. મૃત્યુના એક દિવસ પહેલાં ઘરમાં સત્યનારાયણની પૂજા પણ રાખવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કશું શંકાસ્પદ ન મળતાં પરાગ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ડોક્ટરે પોસ્ટમોર્ટમ બે વાર કર્યો હતો અને રેકોર્ડિંગ પણ કરાયું હતું.