દુષ્કર્મનો આરોપી ઝડપાયો:ઇન્દોરના દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી, આરોપીને પકડનારને 2 હજારનું ઇનામ જાહેર કરાયું હતું
Published on: 13th June, 2025
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના લસુંડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના ગંભીર ગુનામાં 8 મહિનાથી ફરાર આરોપી ભરત પ્રકાશચંદ્ર ચેનાણી (ઉમર 34)ની ધરપકડ કરી છે. આરોપીએ મેટ્રોમોનીયલ વેબસાઇટ પર પ્રોફાઇલ બનાવી, ભોગ બનનાર છોકરી સાથે 10-11 મહિના પહેલાથી ફોન પર વાતચીત કરી હતી. લગભગ બે મહિનાનાં સંપર્ક બાદ ઇન્દોરમાં છોકરીને મળવા ગયો હતો, જ્યાં ઝઘડો થયા બાદ તે ફરાર થઈ ગયો હતો. મધ્યપ્રદેશ પોલીસે પણ 2,000 રુપિયાનું ઇનામ મુક્યું હતું. અગાઉ તે ક્રિકેટ સટ્ટા કેસમાં પકડાયો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી ઇન્દોર પોલીસને જાણ કરી છે.