પાંચમી સદીમાં બનેલો બુખારાનો અભેદ્ય અજય કિલ્લો ધ અર્ક
પાંચમી સદીમાં બનેલો બુખારાનો અભેદ્ય અજય કિલ્લો ધ અર્ક
Published on: 10th June, 2026

ઉઝબેકિસ્તાનના બુખારા શહેરમાં સ્થિત ધ અર્ક, પાંચમી સદીમાં નિર્મિત એક ભવ્ય કિલ્લો છે, જે ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્થાપત્ય કલાનું જીવંત પ્રતિક છે. પુરાતત્ત્વીય રીતે મહત્વપૂર્ણ આ કિલ્લાનું નિર્માણ રક્ષણ હેતુથી થયું હતું, પરંતુ સમય જતાં તે સત્તાનું કેન્દ્ર બન્યો. ચંગીઝ ખાનના આક્રમણ છતાં તેનું પુનઃનિર્માણ થયું. 1920માં થયેલા બોમ્બમારાથી તેને ભારે નુકસાન થયું, પરંતુ હવે તે એક મ્યુઝિયમ તરીકે પ્રવાસીઓનું આકર્ષણ બની રહ્યો છે.