ભરૂચ: ETL કંપનીમાં વિશાળ પાણીની ટાંકી તૂટી, 4 લોકો ઇજાગ્રસ્ત, અફરાતફરી
ભરૂચ: ETL કંપનીમાં વિશાળ પાણીની ટાંકી તૂટી, 4 લોકો ઇજાગ્રસ્ત, અફરાતફરી
Published on: 30th September, 2026

અંકલેશ્વર GIDC સ્થિત ETL કંપનીમાં 6 લાખ લીટર ક્ષમતા ધરાવતી પાણીની વિશાળ ટાંકી અચાનક તૂટી પડતાં હજારો લીટર પાણી વહી ગયું, જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ. આ દુર્ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ, પાણીના અચાનક વધી ગયેલા દબાણને કારણે ટાંકીની દીવાલ ધરાશાયી થઈ હોવાનું મનાય છે. પાણીના પ્રવાહથી આસપાસના વિસ્તારોમાં પણ અસર થઈ હતી.