શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ 77,110 અંકે ખૂલ્યો, વૈશ્વિક બજારોમાં નબળાઈ
શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ 77,110 અંકે ખૂલ્યો, વૈશ્વિક બજારોમાં નબળાઈ
Published on: 18th June, 2026

ગુરુવારે સ્થાનિક શેરબજારની શરૂઆત સુસ્ત રહી. GIFT નિફ્ટીમાં ઘટાડો સૂચવે છે કે નિફ્ટી 50 ઇન્ડેક્સ લગભગ ફ્લેટ ઓપનિંગ કરશે. વૈશ્વિક બજારોમાં નબળાઈ અને યુએસ ફેડરલ રિઝર્વના આક્રમક વલણથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. સેન્સેક્સ 45.16 પોઇન્ટના ઘટાડા સાથે 77,110.46 અંકે અને નિફ્ટી 2.90 પોઇન્ટના ઘટાડા સાથે 24,082.80 અંકે ખુલ્યા. યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરો યથાવત રાખ્યા છે, પરંતુ 2026માં દર વધારાની શક્યતાને સંપૂર્ણપણે નકારી નથી.