વિરાટ કોહલીની ઈંગ્લેન્ડ સામે ODI સીરીઝમાં વાપસી અંગે BCCI સેક્રેટરીનું મોટું અપડેટ
વિરાટ કોહલીની ઈંગ્લેન્ડ સામે ODI સીરીઝમાં વાપસી અંગે BCCI સેક્રેટરીનું મોટું અપડેટ
Published on: 19th June, 2026

હેમસ્ટ્રિંગની ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની ODI સીરીઝમાંથી બહાર રહેલા રન મશીન વિરાટ કોહલી અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું કે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ODI ટીમ આગામી ત્રણથી ચાર દિવસમાં જાહેર થશે. સૂત્રોના જણાવ્યા મુજબ, કોહલીએ પુનર્વસન શરૂ કરી દીધું છે અને તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. ફિટનેસ પરીક્ષણ બાદ તે ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં વાપસી કરી શકે છે. અફઘાનિસ્તાન સામે યશસ્વી જયસ્વાલને કોહલીની જગ્યાએ લેવાયો હતો, પરંતુ ત્રીજા નંબરે ઇશાન કિશનને તક મળી હતી.