માઈક્રોબાયલ સાયન્સ પર એક દિવસીય રાષ્ટ્રીય પરિષદ યોજાઈ
માઈક્રોબાયલ સાયન્સ પર એક દિવસીય રાષ્ટ્રીય પરિષદ યોજાઈ
Published on: 20th September, 2026

કડીના નાનીકડી સ્થિત શ્રી કોકિલાબેન કરસનભાઈ પટેલ ગર્લ્સ સાયન્સ કોલેજમાં MICROVISTA-2026 :Emerging Trends in Microbial Sciences વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિષદ યોજાઈ. ગુજરાત સરકારના DST અને GUJCOSTના સહયોગથી આયોજિત પરિષદમાં માઈક્રોબાયલ વિજ્ઞાનના આધુનિક સંશોધન અને નવીન તકનીકો પર વૈજ્ઞાનિક ચર્ચા થઈ. ટકાઉ ભવિષ્ય માટે સૂક્ષ્મજીવો, જૈવ-તકનીક, ઔષધ, આરોગ્ય અને વનસ્પતિ વિજ્ઞાન સહિતના વિવિધ વિષયો પર નિષ્ણાતોએ પોતાના વિચારો રજૂ કર્યા. કૃષિ, આરોગ્ય, પર્યાવરણ અને ટકાઉ વિકાસમાં સૂક્ષ્મજીવોના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું.