રામ મંદિર દાન તપાસ: SIT પૂછપરછના ત્રીજા દિવસે ચંપત રાય સહિત અનેક કર્મચારીઓની પૂછપરછ
રામ મંદિર દાન તપાસ: SIT પૂછપરછના ત્રીજા દિવસે ચંપત રાય સહિત અનેક કર્મચારીઓની પૂછપરછ
Published on: 17th June, 2026

રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા બાદ રામ મંદિર માટે દેશભરમાંથી મળેલા દાનમાં અનિયમિતતાના આરોપો બાદ SIT તપાસ તેજ બની છે. દાન ચોરીના આરોપ મામલે મંદિર ટ્રસ્ટે CM યોગીને SIT તપાસની માગ કરી હતી, જેના પગલે તપાસ શરૂ થઈ છે. SIT ટીમે જનરલ સેક્રેટરી ચંપત રાય, પ્રશાસક ગોપાલ રાવ અને અનેક સ્ટાફ સભ્યોની પૂછપરછ કરી છે. તેમણે દાન પેટીઓ, રોકડ ગણતરીના રેકોર્ડ, સુરક્ષા વ્યવસ્થા અને જવાબદાર વ્યક્તિઓ અંગે વિગતવાર માહિતી મેળવી. તપાસનો આજે ત્રીજો દિવસ છે અને વિવિધ પાસાઓની ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે.