પાટણ જિલ્લામાં ભવ્ય ગણેશોત્સવનો પ્રારંભ
પાટણ જિલ્લામાં ભવ્ય ગણેશોત્સવનો પ્રારંભ
Published on: 15th September, 2026

પાટણ જિલ્લા સહિત સમગ્ર વિસ્તારોમાં ગણેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. લોકો દ્વારા દુંદાળા દેવ ગણપતિની મૂર્તિઓની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી. પાટણમાં 149 માં વર્ષે પાલીકા બજારમાં ગણેશવાડી ખાતે વિઘ્નહર્તા દેવ ગણેશજીની સ્થાપના કરાઈ. ચાણસ્મામાં પણ ગણપતિ મંદિર સહિત અનેક સોસાયટીઓમાં અને ઘરોમાં દાદાની સ્થાપના કરાઈ, જ્યાં દરરોજ સવાર-સાંજ ગરબાની રમઝટ જામશે. શ્રી ગજાનન મંડળી દ્વારા 149 મો સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવાશે, જે પર્યાવરણ પ્રત્યે જાગૃત રહી માત્ર ગ્રીનમય મૂર્તિ બનાવે છે.