અંબાજીમાં માઈભક્તો માટે AC વિશ્રામ ડોમ
અંબાજીમાં માઈભક્તો માટે AC વિશ્રામ ડોમ
Published on: 21st September, 2026

વિશ્વપ્રસિધ્ધ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો માઈભક્તો માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર દ્વારા મંદિર પરિસર નજીક એક વિશાળ AC અને વોટરપ્રુફ વિશ્રામ ડોમની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં યાત્રિકોને આરામદાયક બેઠક, ગાદલા-ઓશીકાં, ઠંડુ પાણી, અલગ શૌચાલય, મોબાઈલ ચાર્જિંગ, ડિજિટલ લોકર અને CCTV સુરક્ષા જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ સુવિધાથી યાત્રાળુઓને ઘર જેવો અનુભવ થાય છે.