મોદી-ટ્રમ્પ મુલાકાત પહેલા અમેરિકાનો ભારતને ઝટકો: INDOPACOM નું નામ બદલાયું
મોદી-ટ્રમ્પ મુલાકાત પહેલા અમેરિકાનો ભારતને ઝટકો: INDOPACOM નું નામ બદલાયું
Published on: 17th June, 2026

G7 સમિટમાં વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત પહેલા અમેરિકાના 'પેન્ટાગોન' દ્વારા 'ઈન્ડો-પેસિફિક કમાન્ડ' (INDOPACOM) નું નામ બદલીને ફરીથી 'પેસિફિક કમાન્ડ' (USPACOM) કરી દેવામાં આવ્યું છે. 2018માં ભારતની વધતી તાકાતને ધ્યાનમાં રાખીને આ નામકરણ થયું હતું. હવે, 'ઈન્ડો' શબ્દ હટાવવાથી એશિયામાં ચીન પર લગામ કસવા માટે રચાયેલ QUAD ની પ્રાથમિકતા પર પ્રશ્નાર્થ સર્જાયો છે. પેન્ટાગોને આને વહીવટી અને ઐતિહાસિક ફેરફાર ગણાવ્યો છે, પરંતુ તેનાથી બંને દેશોના સંબંધોમાં રાજકીય ગરમાવો આવ્યો છે.