શિવસેના UBT માં ફરી ભાગલા: 6 સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા
શિવસેના UBT માં ફરી ભાગલા: 6 સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા
Published on: 17th June, 2026

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ને મોટો ઝટકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની પાર્ટીના છ સાંસદોએ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ સાંસદોમાં સંજય જાધવ, સંજય દેશમુખ, નાગેશ પાટીલ અષ્ટિકર, ઓમરાજે નિમ્બાલકર, ભાઈસાહેબ વાકચૌરે અને સંજય દીના પાટીલના નામ સામેલ છે. આ ઘટનાક્રમ વચ્ચે, શિવસેના (UBT) માં ભાગલા પડવાની અટકળો તેજ બની છે.