વડોદરા: સાવલી-વડોદરા રોડ પર આસોજ ગામ પાસે ડમ્પર સળગ્યું, ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી
વડોદરા: સાવલી-વડોદરા રોડ પર આસોજ ગામ પાસે ડમ્પર સળગ્યું, ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી
Published on: 04th October, 2026

વડોદરા નજીક સાવલી-વડોદરા રોડ પર આસોજ ગામ પાસે વહેલી સવારે કપચી ભરીને પસાર થઈ રહેલું એક ડમ્પર અચાનક આગની લપેટમાં આવી ગયું. આ ઘટનાના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ડમ્પરના આગળના ભાગમાં લાગેલી ભીષણ આગના કારણે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. મંજુસર પોલીસે ટ્રાફિક નિયંત્રિત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.