પાદરા ST ડેપોમાં ONGC દ્વારા સ્વચ્છતા જાગૃતિ માટે ભીંત ચિત્રોનું અનાવરણ
પાદરા ST ડેપોમાં ONGC દ્વારા સ્વચ્છતા જાગૃતિ માટે ભીંત ચિત્રોનું અનાવરણ
Published on: 04th October, 2026

પાદરા એસ.ટી. ડેપો ખાતે ONGC દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ONGCના અધિકારીઓની ઉપસ્થિતિમાં ડેપો પરિસરની દીવાલો પર સ્વચ્છતાનો સંદેશ આપતા આકર્ષક ભીંત ચિત્રો દોરવામાં આવ્યા હતા. આ ચિત્રો હજારો મુસાફરો અને એસટી સ્ટાફને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરશે. ONGC અને એસ.ટી. નિગમની આ પહેલ ડેપોની સુંદરતા વધારવાની સાથે સ્વચ્છતા પ્રત્યે સકારાત્મક સંદેશ પહોંચાડશે.