મહીસાગરમાં સરકારી જમીનમાંથી વૃક્ષોના ગેરકાયદે કટિંગથી લોકોમાં ભારે રોષ
મહીસાગરમાં સરકારી જમીનમાંથી વૃક્ષોના ગેરકાયદે કટિંગથી લોકોમાં ભારે રોષ
Published on: 24th September, 2026

મહીસાગર જિલ્લામાં, ગ્રામ પંચાયતની મંજુરી વગર સરકારી જમીનમાંથી 25 ઘટાદાર વૃક્ષોનું ગેરકાયદે કટિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ખેતીવાડી વિભાગને APMC સેન્ટરના બાંધકામ માટે નજીકમાં જગ્યા ફાળવવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કડાણા મામલતદારે 8 વ્યક્તિઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. વૃક્ષો કાપવા બદલ દંડ અને શિક્ષાત્મક કાર્યવાહી શા માટે ન કરવી તે અંગે ખુલાસો રૂબરૂ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.