કર્ણાટક MLC ચૂંટણીમાં ક્રોસ વોટિંગ: ભાજપ હાઈકમાન્ડ નારાજ, પ્રદેશ પ્રમુખ સહિત 3 મોટા નેતાઓને દિલ્હી તેડું
કર્ણાટક MLC ચૂંટણીમાં ક્રોસ વોટિંગ: ભાજપ હાઈકમાન્ડ નારાજ, પ્રદેશ પ્રમુખ સહિત 3 મોટા નેતાઓને દિલ્હી તેડું
Published on: 19th June, 2026

કર્ણાટકમાં તાજેતરમાં યોજાયેલી MLC ચૂંટણીમાં ભાજપ અને JDS (NDA)ના ધારાસભ્યો દ્વારા થયેલા ક્રોસ વોટિંગથી ભાજપ હાઈકમાન્ડ ભારે નારાજ છે. આ શિસ્તભંગના પગલે કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્ર, વિરોધ પક્ષના નેતા આર. અશોકા અને રાજ્યના પ્રભારી રાધામોહન દાસને 23 તારીખે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આંતરિક ભંગાણને કારણે NDAના 11 ધારાસભ્યોએ બળવો કર્યો, જેના પરિણામે કોંગ્રેસે પાંચ બેઠકો જીતી લીધી, જ્યારે ભાજપ માત્ર બે બેઠકો જ મેળવી શક્યું. આ ગંભીર બેદરકારી બાદ સંગઠનમાં મોટા ફેરફાર અને નેતાઓ સામે કડક પગલાં લેવાશે તેવી સંભાવના છે.