ડભોઇ-શિનોર ચોકડી પર વાહનચાલકોની સલામતી માટે ઝેબ્રાક્રોસિંગ અને સ્પીડ બ્રેકર મુકાયા.
ડભોઇ-શિનોર ચોકડી પર વાહનચાલકોની સલામતી માટે ઝેબ્રાક્રોસિંગ અને સ્પીડ બ્રેકર મુકાયા.
Published on: 04th October, 2026

ડભોઇ-શિનોર ચોકડી પર વારંવાર થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને 'સંદેશક્ર દૈનિક' દ્વારા કરાયેલા અહેવાલો બાદ માર્ગ અને મકાન (સ્ટેટ હાઇવે) વિભાગ સક્રિય થયું છે. તંત્ર દ્વારા હવે આ જોખમી ચોકડી પાસે વાહનોની ગતિ નિયંત્રિત કરવા સ્પીડ બ્રેકર (બમ્પર) બનાવવામાં આવ્યા છે. ઉપરાંત, રાત્રે સ્પષ્ટ દેખાય તે માટે લાલ અને સફેદ રેડિયમ પટ્ટા (સ્ટ્રીપ્સ) પણ લગાવવામાં આવ્યા છે. આ પગલાંથી અકસ્માતોમાં ઘટાડો થશે અને વાહનચાલકો તથા રાહદારીઓને સુરક્ષા મળશે.