ડભોઇ: ટાઉનહોલ નિર્માણથી જગન્નાથ પાર્કમાં ગંદા પાણીની સમસ્યા, રહીશો ત્રસ્ત
ડભોઇ: ટાઉનહોલ નિર્માણથી જગન્નાથ પાર્કમાં ગંદા પાણીની સમસ્યા, રહીશો ત્રસ્ત
Published on: 04th October, 2026

ડભોઇમાં સ્ટેચ્યુ ઓફ્ યુનિટી રોડ પર નિર્માણાધીન ટાઉનહોલના કોન્ટ્રાક્ટરની બેદરકારીથી જગન્નાથ પાર્ક સોસાયટીમાં ગંદા પાણીની સમસ્યા સર્જાઈ છે. ટાઉનહોલના નિર્માણ દરમિયાન ગટર અને મજૂરોના વપરાશનું ગંદુ પાણી સીધું જગન્નાથ પાર્કના કોમન પ્લોટમાં છોડવામાં આવી રહ્યું છે. આ કારણે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી આ સમસ્યા અંગે સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. જો આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ નહીં થાય તો રહીશો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.