ડભોઈ: કપુરાઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર સફાઈનો ધમધમાટ, તંત્ર એક્શનમાં
ડભોઈ: કપુરાઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર સફાઈનો ધમધમાટ, તંત્ર એક્શનમાં
Published on: 04th October, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડભોઈના નાંદોદી ભાગોળ નજીક સરપ્રાઈઝ વિઝિટ બાદ તંત્ર સક્રિય થયું છે. મુખ્યમંત્રીના નિર્દેશ બાદ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર સફાઈ અને જાળવણીની કામગીરી શરૂ કરાઈ છે. કપુરાઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના માર્ગની બંને બાજુ સફાઈ માટે લકી મેનેજમેન્ટને કોન્ટ્રાક્ટ અપાયો છે. રસ્તાની આસપાસનો કચરો, ધૂળ અને નકામું ઘાસ દૂર કરાઈ રહ્યું છે. આ મહત્વપૂર્ણ માર્ગ પ્રવાસન અને વહીવટી દ્રષ્ટિએ મહત્ત્વનો છે, જ્યાં દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે.