Chhota udepur: વનરક્ષક અને વનપાલના પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા રજૂઆત
Chhota udepur: વનરક્ષક અને વનપાલના પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા રજૂઆત
Published on: 04th October, 2026

ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા રાજ્યના વનરક્ષક તથા વનપાલ સંવર્ગના કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા વિવિધ પ્રશ્નોનું નીતિગત અને માનવીય ધોરણે નિરાકરણ લાવવા માંગ કરાઇ છે. કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કર્મચારીઓ વન, વન્યજીવ અને પર્યાવરણના સંરક્ષણની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે. સુરક્ષા, બઢતી, પગાર ધોરણ, ખાલી જગ્યાઓ ભરવા તથા અન્ય પડતર મુદ્દાઓ પર તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરાઈ છે. જો પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહીં આવે તો તબક્કાવાર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.