દિલ્હીમાં 21 વર્ષની મોડલની ઘરમાં ઘાતકી હત્યા
દિલ્હીમાં 21 વર્ષની મોડલની ઘરમાં ઘાતકી હત્યા
Published on: 27th August, 2026

દિલ્હીના તિલક નગરમાં 21 વર્ષીય મોડલ અને વિદ્યાર્થીની મુસકાનની તેના જ ઘરમાં છરીના અનેક ઘા મારી હત્યા કરવામાં આવી. ઘટના સમયે મુસકાન એકલી હતી. પોલીસે જિમ ટ્રેનર ઇમરાનને મુખ્ય શંકાસ્પદ ગણાવ્યો છે, જે ઘટના બાદ ફરાર છે. પોલીસ ઇમરાનને શોધવા માટે CCTV ફૂટેજ, મોબાઇલ ફોન ડેટા અને પૂછપરછનો સહારો લઈ રહી છે. બંને એકબીજાને દોઢ વર્ષથી ઓળખતા હતા અને ઇમરાન મુસકાનનો પીછો કરતો હોવાની પણ શંકા છે. હત્યાનો ચોક્કસ હેતુ હજુ જાહેર કરાયો નથી.