મણિનગરમાં ગેરકાયદેસર દબાણોની સમસ્યા વિકટ
મણિનગરમાં ગેરકાયદેસર દબાણોની સમસ્યા વિકટ
Published on: 21st July, 2026

મણિનગરમાં ચાર રસ્તા, રેલવે સ્ટેશન રોડ, કાંકરિયા અને જવાહર ચોક જેવા મુખ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો વધી રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લારી-ગલ્લાં અને પાથરણાંવાળાઓએ રસ્તાઓ પર કબજો જમાવી દીધો છે, જેના પરિણામે ટ્રાફ્કિ જામની સમસ્યા વિકટ બની છે. પીક અવર્સમાં વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફ્કિમાં અટવાઈ રહેવું પડે છે. ફૂટપાથો પર દબાણ હોવાથી રાહદારીઓએ પણ જોખમમાં ચાલવું પડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી નિષ્ફળ રહી છે.