ધંધુકામાં રખડતા ઢોરના ત્રાસ વચ્ચે પશુ રાખવા ડબ્બાની માંગ
ધંધુકામાં રખડતા ઢોરના ત્રાસ વચ્ચે પશુ રાખવા ડબ્બાની માંગ
Published on: 14th July, 2026

ધંધુકા શહેરમાં રખડતા પશુઓના વધતા ઉપદ્રવથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ઢોરના કારણે અકસ્માતોનું જોખમ વધ્યું છે અને જનજીવન પ્રભાવિત થયું છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવી પશુઓને રાખવા માટે યોગ્ય સ્થળે કેટલ પાઉન્ડ (ડબ્બો) શરૂ કરવાની માંગ કરી છે. આ અંગે ચીફ ઓફિસરને પણ રજૂઆત કરવામાં આવી હતી. પ્રમુખ ગેરહાજર હોવાથી પ્રમુખપતિએ કાર્યવાહીની ખાતરી આપી છે.