ધંધૂકા-ધોલેરા હાઈવે પર અજાણ્યા વાહન ટક્કર: 8 પશુઓના કરુણ મોત
ધંધૂકા-ધોલેરા હાઈવે પર અજાણ્યા વાહન ટક્કર: 8 પશુઓના કરુણ મોત
Published on: 01st July, 2026

ધંધૂકા-ધોલેરા હાઈવે પર અલિયાસર મહાદેવ નજીક મોડી રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 8 ભેંસોના મોત થયા છે. એક અજાણ્યા વાહને ભેંસોના ટોળાને ટક્કર મારતા આ ઘટના બની હતી. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિક લોકો અને પશુપાલકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃત પશુઓના માલિકોએ ફરાર ચાલકને ઝડપી પાડવા અને યોગ્ય વળતરની માંગ કરી છે. પોલીસે અજાણ્યા વાહન અને તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.