દેડિયાપાડા: ચિકદા નજીક નદી પરનો જર્જરિત ચેકડેમ, દરવાજા ગાયબ, પાણીનો વ્યય
દેડિયાપાડા: ચિકદા નજીક નદી પરનો જર્જરિત ચેકડેમ, દરવાજા ગાયબ, પાણીનો વ્યય
Published on: 02nd October, 2026

દેડિયાપાડા તાલુકાના ચિકદા નજીક નદી પરનો ચેકડેમ અત્યંત જર્જરિત અને ખંડેર હાલતમાં છે. તેના દરવાજા ગાયબ હોવાથી ચેકડેમમાં સંગ્રહિત થતું પાણી નિરર્થક નદીમાં વહી જાય છે. લાખો રૂપિયાનો ખર્ચ છતાં વહીવટી તંત્ર દ્વારા તેની મરામત કરવામાં આવતી નથી. લોખંડના દરવાજા બેસાડવામાં ન આવતાં ખેડૂતોને શિયાળામાં પશુઓ માટે પીવાનું પાણી તેમજ સિંચાઈનું પાણી મળતું નથી. આનાથી ચિકદા વિસ્તારમાં જળ સંકટ ઊભું થઈ શકે છે.