અમદાવાદના સાણંદના ભવાનપુરમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
અમદાવાદના સાણંદના ભવાનપુરમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
Published on: 01st July, 2026

સાણંદ તાલુકાના ભવાનપુર ગામમાં આંબલીવાળા નેળીયામાં જાહેર સ્થળે પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન જુગાર રમતા કુલ સાત ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે રૂ. 5,500 ની રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા તમામ ઈસમો ભવાનપુર ગામના રહેવાસી છે.