સુરતમાં મહિલાને તમંચો બતાવી લૂંટનો પ્રયાસ
સુરતમાં મહિલાને તમંચો બતાવી લૂંટનો પ્રયાસ
Published on: 12th October, 2026

સુરતના વેસુ વીઆઈપી રોડ પર કારમાં બેઠેલી મહિલાને ગન અને ચપ્પુ બતાવી લૂંટવાનો પ્રયાસ થયો. મહિલાએ હિંમત બતાવી ઝપાઝપી કરતાં આરોપીઓ ભાગી ગયા હતા. વેસુ પોલીસે તાત્કાલિક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી ઉત્તર પ્રદેશના મેરઠથી આવેલી ગેંગના બે શૂટરો, મહતાબ અબ્દુલ સલામ અને રોશન બુન્દુ સેફીને ઝડપી પાડ્યા. પોલીસે તેમની પાસેથી તમંચો, કારતૂસ અને ચોરાયેલ વાહનો જપ્ત કર્યા છે.