વેરાવળમાં 5.76 લાખના MD ડ્રગ્સ સાથે રિક્ષાચાલક ઝડપાયો
વેરાવળમાં 5.76 લાખના MD ડ્રગ્સ સાથે રિક્ષાચાલક ઝડપાયો
Published on: 13th October, 2026

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પોલીસની મોટી કાર્યવાહીમાં MD ડ્રગ્સના 5.76 લાખના જથ્થા સાથે એક રિક્ષાચાલક ઝડપાયો છે. પોલીસે તેની પાસેથી ડ્રગ્સ, મોબાઈલ અને રિક્ષા મળી કુલ 6.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં મુંબઈના મોસીન તુર્ક અને વેરાવળના તોસીફ ઉર્ફે જીવાત મલેકની સંડોવણી ખૂલતા બંનેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરાઈ છે.