મોરબીમાં ગેસ રિફિલિંગના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ
મોરબીમાં ગેસ રિફિલિંગના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ
Published on: 13th October, 2026

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શિવમ હોલ પાછળના ગોડાઉનમાં દરોડો પાડી ઘરવપરાશના ગેસ બાટલામાંથી ગેરકાયદે રિફિલિંગ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે 54 ગેસ બાટલા, રિફિલિંગના સાધનો, વાહનો અને રોકડ સહિત કુલ રૂ. 2.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મુખ્ય સૂત્રધાર પ્રવીણ સારલાની શોધખોળ હાથ ધરાઈ છે.