અમદાવાદ એરપોર્ટ પર કોર્ન ફ્લેક્સના પેકેટમાં છુપાવ્યો 5.5 કરોડનો ગાંજો
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. વિયેતનામથી આવેલા મુંબઈના એક મુસાફર પાસેથી 5.5 કિલોગ્રામથી વધુ હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરાયો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ 5.5 કરોડ રૂપિયા છે. મુસાફરે આ ગાંજાને ત્રણ કૂકીઝ બોક્સ અને એક કોર્ન ફ્લેક્સના પેકેટમાં છુપાવ્યો હતો. NDPS ફિલ્ડ ટેસ્ટિંગ કિટથી ગાંજાની પુષ્ટિ થયા બાદ, કસ્ટમ્સ વિભાગે ગાંજો જપ્ત કરી મુસાફરની ધરપકડ કરી છે. તપાસ ચાલી રહી છે કે આ ગાંજો ક્યાં પહોંચાડવાનો હતો અને તેની પાછળ કોઈ ડ્રગ્સ નેટવર્ક સંકળાયેલું છે કે નહીં.
અમદાવાદ એરપોર્ટ પર કોર્ન ફ્લેક્સના પેકેટમાં છુપાવ્યો 5.5 કરોડનો ગાંજો
દિલ્હીમાં ઈમારત ધરાશાયી થતાં અનેક લોકો કાટમાળ નીચે દટાયા
દક્ષિણ પશ્ચિમ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં એક ઇમારત ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ છે. આ ઘટનામાં અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે બચાવ કાર્ય શરૂ કર્યું છે. લગભગ દોઢ વાગ્યે ઇમરજન્સી હેલ્પ માટે કૉલ મળ્યા બાદ ફાયર બ્રિગેડના પાંચ વાહનો અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં કાટમાળ હટાવી લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
દિલ્હીમાં ઈમારત ધરાશાયી થતાં અનેક લોકો કાટમાળ નીચે દટાયા
જામનગરના મોટી ગોપ નજીક રિક્ષા પલટી
જામનગર નજીક મોટી ગોપ ડુંગર પરથી ઉતરતી વખતે બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવેલી CNG રિક્ષા પલટી ખાતાં તેમાં સવાર 65 વર્ષીય ખીમજીભાઈ મનજીભાઈ ચૌહાણનું માથાના ભાગે ગંભીર ઈજા થતાં લાલપુર સરકારી હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા. આ અકસ્માતમાં ફરિયાદીના પતિ સુનિલભાઈ અને ભાઈ દિલીપભાઈને પણ ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસે રિક્ષા ચાલક અમરશીભાઈ મંગાભાઈ સાગઠીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરના મોટી ગોપ નજીક રિક્ષા પલટી
જામનગરમાં ઓવરટેકની નજીવી બાબતે બોલાચાલી બાદ ડ્રાઇવર પર હુમલો
જામનગર નજીક નવાગામ-નંબર 9 વિસ્તારમાં રહેતા રાણસીભાઈ હાથીયા (21)એ ક્રેટા કાર ચાલક અર્જુનસિંહ વિરુદ્ધ મારામારી અને સોનાની ચેન ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી છે. ઘટના તા. 5 સપ્ટેમ્બરના રોજ બની હતી જ્યારે રાણસીભાઈ પોતાની બોલેરો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. રોડ પર એક ટ્રક આગળ હોવાથી તેમણે ક્રેટા કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. આ બાબતે ક્રેટા ચાલકે બોલાચાલી કરી અને બાદમાં સિક્કા પાટીયા પાસે કાર રોકાવી રાણસીભાઈને ધક્કો મારી માર માર્યો. મારામારી દરમિયાન તેમની ગળામાં પહેરેલી આશરે રૂ. 80,000ની સોનાની ચેન પણ તૂટીને પડી ગઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
જામનગરમાં ઓવરટેકની નજીવી બાબતે બોલાચાલી બાદ ડ્રાઇવર પર હુમલો
જામનગરમાં લોન અપાવવાના બહાને રૂ.1.50 કરોડના સાયબર ફ્રોડ
જામનગરમાં લોન અપાવવાના બહાને ત્રણ વ્યક્તિઓના દસ્તાવેજો, સહી કરેલા ફોર્મ અને મોબાઇલ સિમકાર્ડ મેળવી તેમની જાણ બહાર કર્ણાટક બેંકમાં ખાતા ખોલાવી, અંદાજે રૂ.1,50,98,000ના સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરવામાં આવી. ફરિયાદીએ જણાવ્યું કે, તેઓ તથા તેમના ભાઈ અને ભાભીએ લોન માટે દસ્તાવેજો આપ્યા હતા. ત્યારબાદ બેંક કર્મચારી અને અન્ય શખ્સોએ આયોજનપૂર્વક દસ્તાવેજોનો દુરુપયોગ કરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
જામનગરમાં લોન અપાવવાના બહાને રૂ.1.50 કરોડના સાયબર ફ્રોડ
વૃદ્ધને હની ટ્રેપ અને ડ્રગ્સ કેસમાં ફસાવી 15 લાખ માંગ્યા
વડોદરામાં એક 66 વર્ષીય વૃદ્ધને મહિલા સાથે લિફ્ટ આપતી વખતે હની ટ્રેપ અને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 3.5 લાખ રૂપિયા પડાવી લેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ વૃદ્ધને પોલીસની ઓળખ આપી, અપશબ્દો બોલી, લાફા મારી, અને મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી. આ કેસમાં અમિત મશરૂ, શીતલબેન, રાહુલ પરમાર સહિત અન્ય લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વૃદ્ધને હની ટ્રેપ અને ડ્રગ્સ કેસમાં ફસાવી 15 લાખ માંગ્યા
ધોળકામાં 'ઓમ જ્વેલર્સ'ના પિતા-પુત્ર સામે કરોડોની છેતરપિંડીનો ગુનો
ધોળકામાં 'ઓમ જ્વેલર્સ'ના માલિક પિતા-પુત્રએ સોના-ચાંદીમાં ભારે નફાની લાલચ આપી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મુખ્ય આરોપી અમિતકુમાર સોની અને તેના પુત્ર પાર્થ સોનીએ મળીને 113 કિલો ચાંદી, જેની કિંમત 1.24 કરોડ રૂપિયાથી વધુ થાય છે, તેનું રોકાણ કરાવી વિશ્વાસઘાત કર્યો હતો. ધોળકા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી અમિત સોનીને ઝડપી લીધો છે અને રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ અન્ય ભોગ બનનારાઓને પણ સંપર્ક કરવા અપીલ કરી રહી છે.
ધોળકામાં 'ઓમ જ્વેલર્સ'ના પિતા-પુત્ર સામે કરોડોની છેતરપિંડીનો ગુનો
અમદાવાદના બાવળા હાઇવે નજીક ઝાડીઓમાંથી મળી નવજાત બાળકી
અમદાવાદના બાવળા હાઇવે પર બાવળની ઝાડીઓમાં ત્યજી દેવાયેલી એક નવજાત બાળકી મળી આવતાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોની સતર્કતા અને 108 એમ્બ્યુલન્સની સમયસર પહોંચેલી ટીમ દ્વારા બાળકીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી. ત્યારબાદ, બાળકીને વધુ સારવાર માટે બાવળા હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં તેની તબિયત સ્થિર છે. પોલીસે બાળકીને તરછોડનાર અજ્ઞાત માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદના બાવળા હાઇવે નજીક ઝાડીઓમાંથી મળી નવજાત બાળકી
રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર ટ્રક પાછળ કાર અથડાઈ
રાધનપુર-વારાહી નેશનલ હાઈવે નંબર-27 પર ગંભીર અકસ્માત થયો. ખાટુ શ્યામના દર્શન કરીને પરત ફરી રહેલા અંજારના પરિવારની ઈકો કાર રસ્તા પર ઊભેલી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. જ્યારે એક કિશોર સહિત 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ધારપુર મેડિકલ કોલેજ, પાટણ ખસેડવામાં આવ્યા. પોલીસે ફરાર ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર ટ્રક પાછળ કાર અથડાઈ
JNU પ્રોફેસર પર 10 વિદ્યાર્થિનીઓનો જાતીય શોષણનો ગંભીર આરોપ
નવી દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) માં એક પ્રોફેસર સામે ઓછામાં ઓછી 10 વિદ્યાર્થિનીઓએ જાતીય સતામણીના ગંભીર આરોપો લગાવ્યા છે. આ ફરિયાદો લગભગ એક મહિના પહેલા નોંધાવવામાં આવી હતી, જેમાં શરૂઆતમાં એક વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી હતી અને બાદમાં અન્ય વરિષ્ઠ વિદ્યાર્થીનીઓ પણ સામે આવી હતી. આરોપો મુજબ, પ્રોફેસર કેટલાક વિદ્યાર્થીઓને પોતાના નિવાસસ્થાને બોલાવીને અયોગ્ય જાતીય વર્તન કરતા હતા અને ક્લાસ દરમિયાન અપમાનજનક ટિપ્પણીઓ પણ કરતા હતા. આ મામલાની તપાસ યુનિવર્સિટીની ઇન્ટરનલ કમ્પ્લેટ્સ કમિટી (ICC) ને સોંપવામાં આવી છે, જેની તપાસ હાલ ચાલુ છે.
JNU પ્રોફેસર પર 10 વિદ્યાર્થિનીઓનો જાતીય શોષણનો ગંભીર આરોપ
સુરતમાં 2000 કિલો શાકભાજીમાંથી 10 ફૂટ શિવલિંગ
સુરતમાં શ્રાવણની આસ્થાને જીવદયા સાથે જોડતી એક અનોખી પહેલ કરવામાં આવી છે. સત્ય સેવા જીવદયા ટ્રસ્ટે 2000 કિલો શાકભાજી અને ઘાસમાંથી 10 ફૂટ ઊંચું ભવ્ય શિવલિંગ તૈયાર કર્યું. દૂધી, ગાજર, રીંગણ, ટામેટા, બટાકા, કોબીજ અને કાકડી જેવી શાકભાજીથી બનેલા આ શિવલિંગનો ઉદ્દેશ અન્નનો સદુપયોગ અને અબોલ જીવની સેવા કરવાનો છે. ત્રણ દિવસ દર્શન બાદ, આ શાકભાજી ગૌશાળાની ગાયોને ભોજનરૂપે અર્પણ કરવામાં આવશે. આ પહેલ ભક્તિને જીવદયાની સેવામાં પરિવર્તિત કરે છે.
સુરતમાં 2000 કિલો શાકભાજીમાંથી 10 ફૂટ શિવલિંગ
મણિપુરમાં રાજકીય ભૂકંપ: નાયબ મુખ્યમંત્રીઓ વચ્ચે ગંભીર આરોપ-પ્રત્યારોપ
મણિપુરમાં મૈતેઈ અને કૂકી સમુદાય વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રાજ્યના બંને નાયબ મુખ્યમંત્રીઓ, નેમચા કિપગેન (કૂકી) અને લોસી દિખો (નાગા), વચ્ચે ગંભીર મતભેદ સર્જાયા છે. નાગા ધારાસભ્યોએ ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખી કિપગેન અને તેમના પતિ સામે કડક કાર્યવાહીની માંગ કરી, આરોપ લગાવ્યો કે કિપગેન કૂકી ઉગ્રવાદી જૂથોને મદદ કરી રહ્યા છે. કિપગેને આ આરોપોને પાયાવિહોણા ગણાવી, જણાવ્યું કે તેઓ ફ્લાઈટમાં હતા અને બંધકોની મુક્તિમાં મદદ કરી હતી. આ રાજકીય વિવાદ રાજ્ય સરકાર માટે સંકટ ઊભું કરી શકે છે.
મણિપુરમાં રાજકીય ભૂકંપ: નાયબ મુખ્યમંત્રીઓ વચ્ચે ગંભીર આરોપ-પ્રત્યારોપ
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ આઝાદના ઘરે પથ્થરમારો
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં મોકલનાર યુટ્યુબર નિશુ આઝાદના ઘરે પથ્થરમારો થયો છે. નિશુએ પોતાના ઘર પર થયેલા હુમલા અંગે ગંભીર ફરિયાદ કરી છે અને પરિવારની સુરક્ષા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ, ઘરની બહાર અવાજો અને હલચલથી તેઓ ભયભીત છે. અગાઉ પણ સ્વતંત્રના સમર્થકો પર અપશબ્દો અને ધમકીઓનો આરોપ લગાવ્યો હતો. જંતર-મંતર વિવાદથી શરૂ થયેલી આ અદાવતમાં હવે નિશુ અને સ્વતંત્રના સમર્થકો વચ્ચે તણાવ વધી રહ્યો છે.
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ આઝાદના ઘરે પથ્થરમારો
હિમાચલમાં ભાજપ સરકાર આવતા જ RSS શાળાઓ ખુલશે
અભિનેત્રી અને સાંસદ કંગના રણૌતે હિમાચલ પ્રદેશને મોટો વાયદો કર્યો છે. તેમણે કહ્યું કે, જો હિમાચલમાં ભાજપની સરકાર આવશે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા સંચાલિત શાળાઓ શરૂ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં વિદ્યા ભારતી સંસ્થાઓ સ્થાપવાની દરખાસ્ત બાદ આ નિવેદન આવ્યું છે, જેનો વિપક્ષ દ્વારા વિરોધ કરાયો છે. કંગનાએ આ પહેલને આવકારી કહ્યું કે, રાજ્યમાં આપણી સરકાર આવશે ત્યારે આવી યોજનાઓ હિમાચલમાં પણ શરૂ થવી જોઈએ. તેમણે RSS ને દેશના સ્વાભિમાનનું પ્રતીક ગણાવ્યું અને TMC પર દેશમાં વિભાજન ઊભું કરવાનો આરોપ લગાવ્યો.
હિમાચલમાં ભાજપ સરકાર આવતા જ RSS શાળાઓ ખુલશે
મુઝફ્ફરનગરમાં જન્માષ્ટમીની રાત્રે મંદિરે જતી સગીરાનું અપહરણ અને દુષ્કર્મ
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના છપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જન્માષ્ટમીની રાત્રે 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 4 સપ્ટેમ્બરની રાત્રે મંદિર જઈ રહેલી સગીરાને ત્રણ યુવકોએ રસ્તામાંથી અપહરણ કરી ગામમાં એક ઘરે લઈ જઈ ત્યાં એક આરોપીએ દુષ્કર્મ આચર્યું. પોલીસે મુખ્ય આરોપી સમીરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અન્ય આરોપીઓ વલીન અને સલમાનની શોધખોળ ચાલુ છે. આ ઘટના બાદ હિન્દુ નેતાઓ અને મંત્રીએ પીડિત પરિવારની મુલાકાત લીધી છે.
મુઝફ્ફરનગરમાં જન્માષ્ટમીની રાત્રે મંદિરે જતી સગીરાનું અપહરણ અને દુષ્કર્મ
કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તર કાશ્મીરના ગુરેઝ ઘાટીની તુલૈલ ઘાટીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક વધી છે. લદાખ સરહદ નજીક કાબુલ ગલીમાં થયેલી આ બરફવર્ષાએ ઘાટીની સુંદરતામાં વધારો કર્યો છે. શિયાળાની શરૂઆત સાથે જ આ વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે, જેનાથી પહાડો પર મનમોહક દૃશ્યો સર્જાયા છે. પ્રવાસીઓની આવનજાવન વધવાની સંભાવના છે.
કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
દહીં હાંડી ઉત્સવમાં મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, પુણેમાં એક મહિલાનું દુ:ખદ મોત
મહારાષ્ટ્રમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરે દહીં હાંડીનો તહેવાર ઉજવાયો, જેમાં પરંપરાગત ઉત્સાહ જોવા મળ્યો. જોકે, રાજ્યભરમાં કેટલીક દુર્ઘટનાઓ બની. પુણેના ઓલ્ડ સાંગવી વિસ્તારમાં દહીં હાંડી કાર્યક્રમ બાદ લોખંડનું માળખું ધરાશાયી થતાં 45 વર્ષીય મહિલાનું મોત થયું. બીજી તરફ, મુંબઈમાં ઊંચા માનવ પિરામિડ બનાવતી વખતે 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત થયા. તેમાંથી 21ને સારવાર બાદ રજા અપાઈ, જ્યારે એકની સારવાર હજુ ચાલુ છે.
દહીં હાંડી ઉત્સવમાં મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, પુણેમાં એક મહિલાનું દુ:ખદ મોત
ગુજરાતમાં દ્વારકા, પોરબંદર સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાની અછત
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદની ઘટ, દેવભૂમિ દ્વારકામાં 88% અને પોરબંદરમાં 73% વરસાદ ઓછો પડ્યો છે. અલ નીનોની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતો અને રહીશો પરેશાન છે. જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, રાજકોટ, મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને પૂર્વ ગુજરાતના દાહોદ જેવા અનેક જિલ્લાઓમાં વરસાદની અછતને કારણે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાતમાં દ્વારકા, પોરબંદર સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાની અછત
ISRO ના ખાનગીકરણથી હજારો કર્મચારીઓની નોકરીઓ અને ભવિષ્ય પર પ્રશ્નાર્થ
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ના ખાનગીકરણના પગલે હજારો કર્મચારીઓ ચિંતિત છે. સ્પેસ સેક્ટર ખાનગી ક્ષેત્ર માટે ખોલવાના નિર્ણય બાદ, 9 કર્મચારી સંઘોએ સંયુક્ત પત્ર લખી અધિકારીક સ્પષ્ટતા માંગી છે. આ પત્રમાં ઇસરોના મેન્યુફેક્ચરિંગ અને ઓપરેશનલ કાર્યો ખાનગી સંસ્થાઓને સોંપવાના નિર્ણયો, નીતિ, ઇસરોની ભવિષ્યની ભૂમિકા અને વર્તમાન કર્મચારીઓના ભવિષ્ય પર પડનારા પ્રભાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ છે. 'ઇન-સ્પેસ'ના ચેરમેનના નિવેદનથી કર્મચારીઓમાં વધુ અસંતોષ ફેલાયો છે.
ISRO ના ખાનગીકરણથી હજારો કર્મચારીઓની નોકરીઓ અને ભવિષ્ય પર પ્રશ્નાર્થ
રાધનપુર નજીક કાળજું કંપાવનારો અકસ્માત
પાટણ જિલ્લાના રાધનપુર નજીક કચ્છ-કંડલા નેશનલ હાઈવે પર એક અત્યંત દર્દનાક માર્ગ દુર્ઘટના બની છે. એક ટ્રકની પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર કચ્છના 3 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. રાજસ્થાન સ્થિત ખાટુશ્યામજીના દર્શન કરીને પરત ફરી રહેલા આ શ્રદ્ધાળુઓ સાથે બનેલી આ ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
રાધનપુર નજીક કાળજું કંપાવનારો અકસ્માત
ભેળસેળ યુક્ત ઘી, સોસ અને નમકીન પર ફૂડ વિભાગના દરોડા
અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને હાનિકારક પદાર્થોનો ઉપયોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. માધુપુરામાં મહાવીર ઘી ભંડારના 1140 કિલો ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં જપ્ત કરાયા. વટવામાં એમ.એસ. ફૂડ પ્રોડક્ટ્સમાંથી કોળુ, કોર્ન ફ્લોર, સોયા સોસ વગેરે 2516 કિલો જથ્થો FSSAI લાયસન્સ વિનાના એકમમાંથી સ્થગિત કરી સીલ કરાયું. વેજલપુરમાં નમકીનમાં સિન્થેટિક ફૂડ કલરના ઉપયોગ બદલ 150 કિલો જથ્થો સ્થગિત કરી માતૃશ્રી ચવાણાને સીલ કરાયું. ચાંદલોડિયામાં ગુજરાત ફ્રાય સેન્ટર પણ FSSAI લાયસન્સ વિના અસ્વચ્છ સ્થિતિમાં ચાલતું મળી આવતાં સીલ કરાયું.
ભેળસેળ યુક્ત ઘી, સોસ અને નમકીન પર ફૂડ વિભાગના દરોડા
અમદાવાદમાં APK ફ્રોડ અને વેપારના નામે લાખોની ઠગાઈથી ચકચાર
અમદાવાદ શહેરમાં છેતરપિંડી અને સાયબર ક્રાઈમની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં ઈસનપુરમાં બોગસ દસ્તાવેજો બનાવી જમીન NA કરવાનો પ્રયાસ, mParivahan APK ફાઇલ દ્વારા વેપારી સાથે રૂ.5.67 લાખનો સાયબર ફ્રોડ અને ચણાના વેપારના નામે રૂ.6.34 લાખની ઠગાઈનો સમાવેશ થાય છે. આ ઘટનાઓએ પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ સર્જ્યા છે.
અમદાવાદમાં APK ફ્રોડ અને વેપારના નામે લાખોની ઠગાઈથી ચકચાર
અમદાવાદમાં 'સબ સલામત'ના દાવા પોકળ
અમદાવાદ શહેરની સુરક્ષા અને 'સબ સલામત'ના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. Police Emergency Service 112 ના ડેટા મુજબ, શહેરમાં દરરોજ સરેરાશ 108 જેટલા મારામારી અને ઝઘડાના કેસો નોંધાય છે. ઓગસ્ટ 2025 થી જુલાઈ 2026 સુધીના આંકડા મુજબ, દર 4.8 મિનિટે એક હિંસક ઝઘડો થાય છે. જાહેરમાં ઝઘડા, મારામારી, અને દારૂ પીને ધમાલ મચાવવાના કોલની સંખ્યા ચિંતાજનક છે. આ ઉપરાંત, દરરોજ સરેરાશ 29 જેટલી ચોરીની ઘટનાઓ બને છે. Gujarat માં કડક દારૂબંધીના દાવા છતાં, દારૂ પીને ધમાલ કરવાના અને દારૂબંધીના ભંગના કોલ પણ નોંધાયા છે.
અમદાવાદમાં 'સબ સલામત'ના દાવા પોકળ
મધ્યપ્રદેશમાં ઝેરી દારૂથી 9 લોકોના મોત
મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બરાજ ગામમાં ઝેરી દારૂ પીવાથી 9 લોકોના મોત થયા છે, અનેક લોકો ગંભીર છે. આ ઘટના શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ બની હતી. ગામમાં ભય અને શોકનો માહોલ છે. થોડા સમય પહેલા નકલી દારૂ અંગે અનેક ફરિયાદો નોંધાઈ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સ્થાનિક પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુના કારણની સ્પષ્ટતા થશે.
મધ્યપ્રદેશમાં ઝેરી દારૂથી 9 લોકોના મોત
14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ
દેશભરમાં ચોમાસાની સક્રિયતા વચ્ચે હવામાન વિભાગે 14 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જાહેર કરી છે. દિલ્હી, UP, બિહાર સહિત અનેક રાજ્યોમાં 60 થી 65 km/h ની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઈડ, નદીઓના જળસ્તરમાં વધારો અને પાકને નુકસાન પહોંચવાની પણ સંભાવના છે. કેટલીક જગ્યાએ કરા પણ પડી શકે છે. હવામાન વિભાગ આ વિસ્તારોમાં સતર્કતા રાખવાની સલાહ આપી રહ્યું છે.
14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ
ગુજરાત પોલીસનો ડ્રગ્સ માફિયા સામે મજબૂત કિલ્લો
રાજ્યમાં ડ્રગ્સના દુષણને નાથવા ગુજરાત પોલીસ હવે વધુ સજ્જ બનશે. રાજ્યના દરેક જિલ્લામાં હવે સ્પેશિયલાઇઝ્ડ ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’ (ANW) કાર્યરત થશે. DGP દ્વારા આગામી 7 દિવસમાં તમામ ANW યુનિટ્સ સક્રિય કરવાનો આદેશ અપાયો છે. આ વિંગ NDPS સંબંધિત ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. દરેક યુનિટમાં 8 નિષ્ણાત કર્મચારીઓ, વાહન અને ડ્રાઇવર ફાળવાશે. ANTF સૂચિત ડ્રગ્સ પેડલરો અને હોટસ્પોટ્સ પર સતત નજર રખાશે.
ગુજરાત પોલીસનો ડ્રગ્સ માફિયા સામે મજબૂત કિલ્લો
ગ્વાલિયરથી ભોપાલ જતી બસમાં ભીષણ આગ
ગ્વાલિયરથી ભોપાલ જતી એક બસમાં આગ લાગતા મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. પોતાનો જીવ બચાવવા માટે ઘણા મુસાફરો બારીઓમાંથી કૂદી પડ્યા હતા. આગની ઘટનામાં 25 મુસાફરો સવાર હતા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ દુર્ઘટનામાં મુસાફરોનો સામાન બળીને ખાખ થયો હતો. મુસાફરોએ બસ સ્ટાફ પર બસમાંથી સમયસર સુરક્ષિત બહાર નીકળી જવા અને મુસાફરોને જાણ ન કરવાનો આરોપ લગાવ્યો છે. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી મુસાફરોને બચાવવામાં આવ્યા હતા.
ગ્વાલિયરથી ભોપાલ જતી બસમાં ભીષણ આગ
મધ્યપ્રદેશ લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂથી 9 લોકોના મોત
મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં ઝેરી અને ગેરકાયદેસર દારૂ પીવાના કારણે 9 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જેના પગલે 4 ગામોમાં શોકનો માહોલ છે. શનિવારની રાત્રે દારૂ પીધા બાદ લોકોની તબિયત લથડી હતી અને હોસ્પિટલ પહોંચતા સુધીમાં 9 લોકોને મૃત જાહેર કરાયા. મૃત્યુનું મુખ્ય કારણ ઝેરી દારૂ હોવાનું મનાય છે. મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત ગામોમાં ઘરે-ઘરે સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત તબીબી સહાય લેવા અપીલ કરાઈ છે.
મધ્યપ્રદેશ લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂથી 9 લોકોના મોત
ભૂતપૂર્વ CDS અનિલ ચૌહાણ: "પાકિસ્તાન ભવિષ્ય માટે ખતરો, 'ઓપરેશન સિંદૂર' અધૂરું"
ભૂતપૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે થયેલા સંયુક્ત સંરક્ષણ કરાર પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે પાકિસ્તાન ભવિષ્યમાં પણ એક મોટી સુરક્ષા ચિંતા અને ખતરો રહેશે. આવા કરારો પાકિસ્તાનમાં વધુ પડતો આત્મવિશ્વાસ જગાવી શકે છે, જે ખોટી ગણતરીઓ તરફ દોરી શકે છે. તેમણે જણાવ્યું કે 'ઓપરેશન સિંદૂર' હજુ પૂરું થયું નથી, પરંતુ થોડા સમય માટે સ્થગિત કરાયું છે. પરમાણુ શસ્ત્રોની હાજરીને કારણે પાકિસ્તાન પરંપરાગત લશ્કરી કામગીરીનો અવકાશ મર્યાદિત રાખીને આતંકવાદ અને સરહદ પારની પ્રવૃત્તિઓ માટે જગ્યા વિસ્તારી રહ્યું છે.
ભૂતપૂર્વ CDS અનિલ ચૌહાણ: "પાકિસ્તાન ભવિષ્ય માટે ખતરો, 'ઓપરેશન સિંદૂર' અધૂરું"
બાવળા બ્રિજ પાસેથી મળી આવી જીવિત નવજાત બાળકી
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં બ્રિજ પાસેથી અત્યંત સંવેદનશીલ ઘટનામાં એક જીવિત નવજાત બાળકી ગર્ભનાળ સાથે મળી આવી. રાહદારીઓની સૂચના બાદ 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી, બાળકીને પ્રાથમિક સારવાર આપી. ત્યારબાદ વધુ સારવાર અને સંભાળ માટે બાળકીને બાવળા CHC ખાતે ખસેડવામાં આવી. આરોગ્ય વિભાગે બાળકીની તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસે જવાબદારોને શોધવા સીસીટીવી ફૂટેજ અને અન્ય વિગતો એકત્રિત કરીને તપાસ તેજ કરી છે.
બાવળા બ્રિજ પાસેથી મળી આવી જીવિત નવજાત બાળકી
વંદે માતરમ ગીત પર રાજનીતિ કરનાર BJP નેતા નાનુરામની પોલ ખુલ્લી પડી!
ઇન્દોરમાં યોજાનારા કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યક્રમને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આયોજકો કાર્યક્રમને બિનરાજકીય ગણાવી રહ્યા છે. આ દરમિયાન, પુરુષાર્થ સંસ્થાએ કાર્યક્રમમાં સામૂહિક વંદે માતરમ ગાનની માંગ કરી છે. સંસ્થાના અધ્યક્ષ અને ભાજપ નેતા નાનુરામ કુમાવતે રાહુલ ગાંધી અને જીતુ પટવારીને આ અંગે પત્ર લખ્યો છે. જોકે, જ્યારે મીડિયાએ તેમને વંદે માતરમ ગાવા કહ્યું, ત્યારે તેઓ માત્ર બે પંક્તિઓ પણ યોગ્ય રીતે ગાઈ શક્યા નહીં અને ભૂલી ગયા, જેનો વીડિયો વાયરલ થયો છે.