આજે 2 ઓક્ટોબર ‘No UPI Day’
આજે 2 ઓક્ટોબર ‘No UPI Day’
Published on: 02nd October, 2026

2 ઓક્ટોબરે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વેપારી સંગઠનો ₹2,000થી વધુના મર્ચન્ટ UPI પેમેન્ટ પર MDR ચાર્જ સામે 'No UPI Day' મનાવશે. આ વિરોધમાં 600થી વધુ ટ્રેડર્સ યુનિયનો જોડાશે, જેઓ UPI ટ્રાન્ઝેક્શન નહિ સ્વીકારે અને માત્ર રોકડ વ્યવહાર કરશે. કોન્ફેડરેશન ઓફ ટ્રેડર્સ ઓફ ઈન્ડિયા (CTI) દ્વારા UPI QR કોડ ઢાંકવા અને રોકડ સ્વીકારવાની અપીલ કરાઈ છે. આનાથી અંદાજે 50 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર અસર પડી શકે છે. જોકે, CAITએ આ મુદ્દે સત્તાવાર નિર્ણય લીધો નથી. MDR ચાર્જ 15 ઓક્ટોબર 2026થી લાગુ થવાનો છે.