ભારતમાં બ્રિટિશ કાર થશે સસ્તી: 15 જુલાઈથી નવા નિયમો, 3.78 લાખ વાહનોને લાભ
ભારતમાં બ્રિટિશ કાર થશે સસ્તી: 15 જુલાઈથી નવા નિયમો, 3.78 લાખ વાહનોને લાભ
Published on: 18th June, 2026

15 જુલાઈ, 2026 થી અમલમાં આવનારા ભારત-યુકે CETA કરાર હેઠળ, યુકેથી આવતી કાર પરની આયાત જકાતમાં નોંધપાત્ર ઘટાડો થશે. 110% થી ઘટીને 10% સુધી પહોંચનાર ડ્યુટીનો લાભ 3.78 લાખ વાહનોને આગામી 15 વર્ષ સુધી મળશે. પ્રથમ વર્ષમાં 20,000 કાર આયાતની મંજૂરી છે, જે વાર્ષિક 37,000 સુધી વધી શકે છે. આનાથી પ્રીમિયમ અને લક્ઝરી કાર સસ્તી થશે અને સ્પર્ધા વધશે. ભારતીય કંપનીઓને પણ યુકેમાં EV નિકાસની તકો મળશે, જોકે સ્થાનિક EV ઉદ્યોગને સુરક્ષિત રાખવા ચોક્કસ નિયમો લાગુ રહેશે.